________________
શ્રી ભગવતી સૂત્ર–૧
ઉત્તર– હે ગૌતમ ! સાકાર ઉપયોગ યુક્ત નારકીમાં ક્રોધોપયુક્ત ઈત્યાદિ ૨૭ ભંગનું કથન કરવું જોઈએ. એ જ પ્રમાણે અનાકારોપયોગ યુક્તમાં પણ ૨૭ ભંગનું કથન કરવું જોઈએ.
વિવેચન :
૧૩૬
પ્રસ્તુત સૂત્રમાં નારકોમાં ત્રણ યોગ અને બે ઉપયોગનું નિરૂપણ કરીને, બંને પ્રકારના નારકોમાં ક્રોધોપયુક્ત આદિ ૨૭ ભંગનું કથન કર્યું છે.
યોગ :– યોગ એટલે આત્મશક્તિનો પ્રયોગ. તે મન, વચન અને કાયાના માધ્યમથી થાય છે. તેથી તે ત્રણેની પ્રવૃત્તિ, પ્રસારણ અથવા પ્રયોગને યોગ કહે છે. યદ્યપિ યોગના પંદર ભેદમાંથી કાર્મણ કાયયોગમાં ૮૦ ભંગ પ્રાપ્ત થાય છે. પરંતુ અહીં સામાન્ય કાયયોગની વિવક્ષાથી ૨૭ ભંગ સમજવા જોઈએ.
ઉપયોગ :– જાણવું અથવા જોવું. વસ્તુના સામાન્યને જાણવું તે અનાકારોપયોગ અને વિશેષ ધર્મને જાણવું તે સકારોપયોગ છે. દર્શનને અનકારોપયોગ અને જ્ઞાનને સાકારોપયોગ કહી શકાય છે.
શેષ છ નરક-પૃથ્વીમાં દશ દ્વાર :
२५ एवं सत्त वि पुढवीओ णेयव्वाओ, णाणत्तं लेसासु ।
काऊ य दोसु, तइयाए मीसिया, पीलिया चउत्थीए । पंचमीया मीसा, कण्हा तत्तो परमकण्हा ॥
ભાવાર્થ:- રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં દશ દ્વારોનું વર્ણન કર્યું છે. તે જ પ્રમાણે સાતે પૃથ્વીઓ–નરક ભૂમિઓના વિષયમાં જાણી લેવું જોઈએ. પરંતુ લેશ્યાઓમાં વિશેષતા છે તે આ પ્રમાણે છે—
ગાથાર્થ– પ્રથમ અને દ્વિતીય નરકમાં કાપોતલેશ્યા, તૃતીય નરકમાં કાપોત અને નીલ બે લેશ્યા, ચોથી નરકમાં નીલ લેશ્યા, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ બે લેશ્યા, છઠ્ઠી નરકમાં કૃષ્ણ લેશ્યા અને સાતમી નરકમાં પરમ કૃષ્ણ લેશ્યા હોય છે.
ભવનપતિમાં દશ દ્વાર અને ભંગ સંખ્યા :
२६ चउसट्ठीए णं भंते! असुरकुमारावास सयसहस्सेसु एगमेगंसि असुरकुमारावासंसि असुरकुमाराणं केवइया ठिइट्ठाणा पण्णत्ता ?
गोयमा! असंखेज्जा ठिइट्ठाणा पण्णत्ता । जहण्णिया ठिई, एवं जहा णेरइया तहा, णवरं पडिलोमा भंगा भाणियव्वा । सव्वे वि ताव होज्ज लोभोवउत्ता । अहवा लोभोवउत्ता य, मायोवउत्ते य, अहवा लोभोवउत्ता य, मायोवउत्ता य ।