________________
શતક-૧: ઉદ્દેશક-૫
_.
[ ૧૩૫ ]
મિથ્યાત્વી જીવોએ ત્રણ અજ્ઞાનની ભજના હોય છે અર્થાત્ કેટલાકને બે અજ્ઞાન હોય અને કેટલાકને ત્રણ અજ્ઞાન હોય પરંતુ સંપૂર્ણ નરક રત્નપ્રભાની અપેક્ષાએ ત્રણ જ્ઞાન અને ત્રણે અજ્ઞાન શાશ્વત છે માટે ૨૭ ભંગ હોય છે, ૮૦ ભંગ થતા નથી. ચોગ-ઉપયોગ દ્વારા અને ભંગ સંખ્યા :२३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए जाव किं मणजोगी, वइजोगी, #ાયનો? જોયમાં !તિખિ વિના
इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए जाव मणजोए वट्टमाणा णेरइया किं कोहोवउत्ता पुच्छा?
गोयमा ! सत्तावीसं भंगा । एवं वइजोए, एवं कायजोए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં રહેતા નારકો શું મનયોગી છે? વચનયોગી છે? કે કાયયોગી છે?
ઉત્તર- હે ગૌતમ! તે પ્રત્યેક જીવોને ત્રણે યોગ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં રહેતા મનોયોગી નારકો શું ક્રોધાદિથી ઉપયુક્ત છે?
ઉત્તર- હે ગૌતમ! તેના ક્રોધોપયુક્ત આદિ ૨૭ ભંગ કહેવા જોઈએ. આ પ્રકારે વચનયોગી અને કાયયોગીમાં પણ ૨૭ ભંગ કહેવા જોઈએ. २४ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए जाव णेरइया किं सागरोवउत्ता, अणागारोवउत्ता ? गोयमा ! सागरोवउत्ता वि, अणागारोवउत्ता वि ।
इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए जाव सागारोवओगे वट्टमाणा णेरइया कि कोहोवउत्ता पुच्छा ?
सत्तावीसं भंगा । एवं अणागारोवउत्ता वि सत्तावीसं भंगा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારક જીવ શું સાકારોપયોગથી યુક્ત છે કે અનાકારોપયોગી યુક્ત છે?
ઉત્તર- હે ગૌતમ! તે સાકારોપયોગ યુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના સાકારોપયોગ યુક્ત નારક જીવ શું ક્રોધાદિથી ઉપયુક્ત છે?