________________
શ્રી ભગવતી સૂત્ર–૧
પણ ક્રોધોપયુક્ત આદિ ૨૭ ભંગ કહેવા જોઈએ. સમ્યગ્મિથ્યાદષ્ટિના ૮૦ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
નારકોમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ શાશ્વત હોય છે, તેથી તેમાં પૂર્વવત્ ૨૭ ભંગ થાય છે પરંતુ મિશ્રદષ્ટિ જીવ ક્યારેક હોય અને ક્યારેક હોતા નથી. તે અશાશ્વત છે. તેથી મિશ્રદષ્ટિ નારકોમાં ક્રોધાદિના ૮૦ ભંગ પ્રાપ્ત થાય છે.
જ્ઞાનદ્વાર અને ભંગ સંખ્યા :
२१ इमीसे णं भंते ! जाव किं णाणी, अण्णाणी ?
गोयमा ! णाणी वि अण्णाणी वि; तिणिण णाणाइं णियमा, तिण्णि अण्णाणाइं भयणाए ।
ભાવાર્થ:
૧૩૪
પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમાં જ્ઞાની પણ છે અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેને નિયતપૂર્વક ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેમાં ત્રણ અજ્ઞાન ભજના—વિકલ્પથી હોય છે.
२२ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए जाव आभिणिबोहियणाणे वट्टमाणा णेरइया किं कोहोवउत्ता पुच्छा ?
सत्तावीसं भंगा । एवं तिण्णि णाणाइं, तिण्णि अण्णाणाई भाणियव्वाइं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં વસતા આભિનિબોધિકક્ષાની [મતિજ્ઞાની] નારકી જીવ શું ક્રોધોપયુક્ત વગેરે હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે આભિનિબોધિક જ્ઞાની નારકોમાં ક્રોધોપયુક્ત આદિ ૨૭ ભંગ કહેવા જોઈએ તે જ પ્રમાણે ત્રણે જ્ઞાનવાળા અને ત્રણે અજ્ઞાનવાળા નારકોમાં ક્રોધોપયુક્ત આદિ ૨૭ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનમાં ૨૭ ભંગ :– ત્રણ જ્ઞાનમાં ૨૭ ભંગ હોય છે. જે જીવ સમ્યક્ત્વ સહિત નરકમાં ઉત્પન્ન થાય છે. તેને જન્મથી જ ત્રણ જ્ઞાન હોય છે. જે મિથ્યાત્વી જીવ નરકમાં ઉત્પન્ન થાય તેને જન્મથી જ ત્રણ અજ્ઞાન હોય છે પરંતુ અસંજ્ઞી પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય, ત્યારે તેની અપર્યાપ્તઅવસ્થામાં તેને બે અજ્ઞાન જ હોય છે. પર્યાપ્ત થયા પછી તેને વિભગજ્ઞાન થાય છે. આ રીતે નરકમાં બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. તેથી નરકમાં સમ્યક્ત્વી જીવોને ત્રણ જ્ઞાન નિયમા હોય છે અને