________________
શતક-૧: ઉદ્દેશક-૫ _.
[ ૧૪૧] असीइभंगा भाणियव्वा । जेसु ठाणेसु सत्तावीसा, तेसु अभंगयं । णवरं मणुस्साणं अब्भहियं जहणियठिइए, आहारए य असीति भंगा ।
ભાવાર્થ:- નારક જીવોમાં જે જે સ્થાનોમાં ૮૦ ભંગ કહ્યા છે, તે તે સ્થાનોમાં મનુષ્યોમાં પણ ૮૦ ભંગ થાય છે. નારક જીવોના જે જે સ્થાનોમાં ૨૭ ભંગ કહ્યા છે, તેમાં મનુષ્યો અભંગક જાણવા. વિશેષતા એ છે કે મનુષ્યોની જઘન્ય સ્થિતિમાં અને આહારક શરીરમાં ૮૦ ભંગ થાય છે.
વિવેચન :
આ સુત્રમાં મનુષ્યોના વર્ણનમાં નારકીનો અતિદેશ કર્યો છે. નારકીમાં જઘન્ય સ્થિતિ શાશ્વત છે પરંતુ મનુષ્યમાં જઘન્ય સ્થિતિ સંમૂર્છાિમ મનુષ્યની અપેક્ષાએ અશાશ્વત છે. તેમાં અને એક સમય અધિક જઘન્ય સ્થિતિથી સંખ્યાત સમય અધિક જઘન્ય સ્થિતિમાં, એક પ્રદેશાધિક જઘન્ય અવગાહનાથી સંખ્યાત પ્રદેશ અધિક જઘન્ય અવગાહનામાં અને મિશ્ર દષ્ટિમાં નારકોની સમાન ૮૦ ભંગ જ થાય છે. જ્યાં નારકોના ૨૭ ભંગ કહ્યા છે, ત્યાં મનુષ્યોમાં અભંગક છે. કારણ કે સર્વ કષાયયુક્ત મનુષ્યો એક સાથે અનેક પ્રાપ્ત થાય છે. મનુષ્યોમાં પાંચ શરીર, સંઘયણ-૬, સંસ્થાન-૬, વેશ્યા-૬, દષ્ટિ–૩, જ્ઞાન-૫, અજ્ઞાન–૩, હોય છે. તે સર્વ સ્થાનોમાં અભંગક કહેવું જોઈએ. કેવળજ્ઞાનમાં કષાય નથી માટે ભંગ કહ્યા નથી.
દેવોમાં દશ દ્વાર અને ભંગ સંખ્યા :|३२ वाणमंतर-जोइस-वेमाणिया जहा भवणवासी । णवरं णाणत्तं जाणियव्वंज जस्स जाव अणुत्तरा ॥ सेवं भंते ! सेवं भंते ॥
ભાવાર્થ :- વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનું કથન ભવનપતિ દેવોની સમાન સમજવું જોઈએ. વિશેષતા એ છે કે જ્યાં જેમાં ભિન્નતા છે, તે જાણી લેવી જોઈએ યાવતુ અનુત્તરવિમાન પર્યંત કથન કરવું જોઈએ.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
આ સુત્રમાં ભવનપતિ દેવોની જેમ શેષ દેવોનું કથન કર્યું છે. વિશેષતા એ છે કે જ્યોતિષી દેવમાં એક તેજોલેશ્યા અને વૈમાનિકોમાં તેજો, પદ્મ, અને શુક્લ તે ત્રણ શુક્લલેશ્યા હોય છે. જ્યોતિષી અને વૈમાનિકોમાનિયમતઃ ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન હોય છે. અસંજ્ઞી જીવ જ્યોતિષી કે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેમાં અપર્યાપ્ત અવસ્થામાં પણ વિર્ભાગજ્ઞાન હોય છે.