________________
શ્રી ભગવતી સૂત્ર–૧
ગોયમા ! સુવિહા સરીરા પળત્તા, તં નહા- મવધારબિષ્ના ય, ઉત્તરवेडव्विया य । तत्थणं जे ते भवधारणिज्जा ते हुंड संठाणसंठिया पण्णत्ता । तत्थणं जे ते उत्तरवेडव्विया ते वि हुंडसंठिया पण्णत्ता ।
૧૩૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકોમાં શરીરનું ક્યું સંસ્થાન હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે નારકોનું શરીર બે પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે છે— ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાંથી જે ભવધારણીય શરીર છે, તે હુંડક સંસ્થાન સંપન્ન હોય છે અને જે ઉત્તર વૈક્રિય શરીર છે તે પણ હુંડક સંસ્થાન સંપન્ન જ હોય છે.
१६ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए जाव हुंडसंठाणे वट्टमाणा णेरइया किं कोहोवउत्ता ?
નોયમા ! સત્તાવીસ મા ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં હુંડ સંસ્થાનમાં વર્તમાન નારક શું ક્રોધોપયુક્ત
છે ઈત્યાદિ ?
ઉત્તર– હે ગૌતમ ! તેમાં ક્રોધાદિ સંબંધી ૨૭ ભંગ કહેવા જોઈએ.
વિવેચન --
શરીર ઃ– જેમાં આત્મા રહે છે તે શરીર અથવા શીર્યતે કૃતિ શરીરઃ । ક્ષણે ક્ષણે જેનો નાશ થાય તેને શરીર કહે છે. નારક જીવોને ત્રણ શરીર હોય છે. વૈક્રિય, તૈજસ અને કાર્મણ. તેમાં વૈક્રિય શરીરના પણ બે પ્રકાર છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. ભવધારણીય– જન્મથી જ જે શરીર હોય તે ભવધારણીય શરીર છે. ઉત્તર વૈક્રિય– જન્મ પછી કોઈવિશિષ્ટ પ્રયોજનથી પોતાની વૈક્રિય શક્તિથી જે શરીર બનાવાય તેને ઉત્તર વૈક્રિય શરીર કહે છે.
નારકોમાં બંને પ્રકારના શરીરનું હુંડ સંસ્થાન હોય છે. પ્રશ્ન એ છે કે નારક જીવ ઉત્તર વૈક્રિય શરીરનું સંસ્થાન પણ હુંડ શા માટે બનાવે ? સુંદર કેમ બનાવતા નથી ? તેનામાં શક્તિની મંદતા છે તેથી સુંદર આકાર બનાવવાની ઈચ્છા હોવા છતાં બનતું નથી. તે બેડોળ શરીર જ બનાવી શકે છે. સંઘયણ અને સંસ્થાન બંનેમાં ક્રોધોપયુક્ત આદિ ૨૭ ભંગ હોય છે.
લેશ્યા દ્વાર અને ભંગ દ્વાર :
१७ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं कइ लेस्साओ पण्णत्ता । गोयमा ! एगा काउलेस्सा पण्णत्ता ।