________________
શતક-૧: ઉદ્દેશક-૫
_.
[ ૧૩૧ |
દેશપુર્વક વર્ણન છે. તેની સમાન તૈજસ કાર્મણ શરીરનું વર્ણન છે. માટે ત્રણે શરીરનો એક જ ગમકાય છે. તેથી પણ મને વિશ્વા સરીરયા ભાળિયધ્વા એવું કથન સૂત્રમાં કર્યું છે. સંઘયણ દ્વાર અને સંગ સંખ્યા :१३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए जाव णेरइयाणं सरीरया किंसंघयणी पण्णत्ता?
गोयमा ! छण्हं संघयणाणं असंघयणी, णेवट्ठी, वच्छिरा, णेव ण्हारूणि। जे पोग्गला अणिट्ठा अकंता अप्पिया असुहा अमणुण्णा अमणामा एतेसिं सरीरसंघायत्ताए परिणमति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં રહેતા નારકોમાં શરીરનું ક્યું સંહનન–સંઘયણ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તેનું શરીર સંહનન રહિત છે. તેને છ સંહનનમાંથી એક પણ સંહનન નથી. તેના શરીરમાં અસ્થિ, શિરા અને સ્નાયુ નથી. જે પુદ્ગલ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ અને અમનોહર છે, તે પુદ્ગલો નારકોના શરીર-સંઘાતરૂપમાં પરિણત થાય છે. १४ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए जाव छण्हं संघयणाणं असंघयणे वट्टमाणा रइया कि कोहोवउत्ता पुच्छा ?
गोयमा ! सत्तावीसं भंगा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના પ્રત્યેક નરકાવાસમાં રહેતા, છ સંહનનથી રહિત-અસંહનની નૈરયિકો શું ક્રોધ વગેરેથી ઉપયુક્ત છે?
ઉત્તર- હે ગૌતમ! તેમાં ક્રોધાદિ સંબંધી ૨૭ ભંગનું કથન કરવું જોઈએ.
વિવેચન :
સંઘયણ - અસ્થિઓની વિશિષ્ટ રચનાને સંહનન કહે છે. અસ્થિઓ કેવળ ઔદારિક શરીરમાં જ હોય છે. નારકોને ઔદારિક શરીર નથી. તેનું વૈક્રિય શરીર સંહનન રહિત છે. સંસ્થાન દ્વારા અને ભંગ સંખ્યા :१५ इमीसे णं भंते ! रयणप्पभाए जाव सरीरया किंसंठिया पण्णत्ता ?