________________
[ ૧૩૦ ]
|
શ્રી ભગવતી સૂત્ર-૧
શ્રી ભગ
कइ सरीरया पण्णत्ता?
गोयमा ! तिण्णि सरीरया पण्णत्ता । तं जहा- वेउव्विए, तेयए, कम्मए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી એક એક નરકાવાસમાં રહેતા નારક જીવોને કેટલા શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેને ત્રણ શરીર હોય છે, તે આ પ્રમાણે છે– વૈક્રિય, તૈજસ અને કાર્મણ. | १२ इमीसे णं भंते ! रयणप्पभाए जाव वेउव्वियसरीरे वट्टमाणा णेरइया વિ શ્રોફોવત્તા, પુચ્છા ?
गोयमा ! सत्तावीसं भंगा भाणियव्वा । एएणं गमेणं तिण्णि सरीरा માળિયવ્યા ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી એક એક નરકાવાસમાં રહેતા વૈક્રિય શરીરી નારક શું ક્રોધોપયુક્ત છે ? માનોપયુક્ત, માયોપયુક્ત અથવા લોભોપયુક્ત છે?]
ઉત્તર- હે ગૌતમ ! તેના ક્રોધોપયુક્ત આદિ ૨૭ ભંગનું કથન કરવું જોઈએ. એ જ પ્રમાણે ત્રણે શરીરના સંબંધમાં ૨૭–૨૭ ભંગનું કથન કરવું.
વિવેચન :
નારકોને વૈક્રિય તેજસ અને કાર્મણ ત્રણ શરીર હોય છે. ત્રણે શરીર શાશ્વત હોય છે. તેથી ત્રણેમાં એક સરખા ૨૭ ભંગના આલાપકનું કથન કર્યું છે.
નારકો બે પ્રકારના હોય છે. વિગ્રહ ગતિવાળા અને અવિગ્રહગતિવાળા.વિગ્રહગતિવાળા નારકોના તૈજસ કાર્મણ શરીર અશાશ્વત હોય છે. પરંતુ આ પ્રકરણમાં વિગ્રહગતિ કે અવિગ્રહગતિવાળા નારકોની વિવક્ષા કર્યા વિના રત્નપ્રભાના નારકો વિષયક સમુચ્ચય પ્રશ્નોત્તર છે. તે જ રીતે નારક કે દેવ વિષયક પ્રશ્નોત્તરમાં સમુચ્ચય કથન હોવાથી કોઈપણ સ્થાનમાં વિગ્રહ ગતિની અપેક્ષાએ તૈજસ કાર્મણ શરીરમાં ૮૦ ભંગનું કથન કર્યું નથી. ૨૭ ભંગ જ કહ્યા છે. કારણ કે સમુચ્ચય પૃચ્છામાં તે બંને શરીરી શાશ્વત હોય છે.
ને નિખ તરીયા ભાયિષ્યા :- વૈક્રિય શરીરમાં ભંગનું કથન કર્યા પછી ત્રણે શરીરમાં તે પ્રમાણે ૨૭ ભંગ હોય છે, તેવું કથન સૂત્રકારે કર્યું છે. તેમાં તે ત્રણે શરીરની સામ્યતા-સમાનતા દર્શાવી છે. માટે અવશેષ બે શરીરનો ઉલ્લેખ ન કરતાં ત્રણે શરીરનો ઉલ્લેખ કરી કહ્યું છે કે ત્રણેનો એક જ ગમક (આલાપક) છે અર્થાતુ ત્રણે શરીરના ભંગ અને ભંગ કથન વિધિ એક સરખી છે. વૈક્રિય શરીરનું વિસ્તૃત વર્ણન હોય તો તે સમાન બે શરીરનો અતિદેશ કરાય પરંતુ અહીં વૈક્રિય શરીરનું પણ સંક્ષિપ્ત અને અતિ