________________
| શતક-૧: ઉદ્દેશક-૫ .
૧૨૭ |
(૩) એક ક્રોધી, અનેક માની, એક માયી (૪) એક ક્રોધી, અનેક માની, અનેક માયી (૫) અનેક ક્રોધી, એક માની, એક માયી (૬) અનેક ક્રોધી, એક માની, અનેક માયી (૭) અનેક ક્રોધી, અનેક માની, એક માયી (૮) અનેક ક્રોધી, અનેક માની, અનેક માયી.
આ રીતે ક્રોધ-માન-માયાના સંયોગથી આઠ ભંગ બને છે. તે જ રીતે ક્રોધ-માન-લોભના સંયોગથી ૮ ભંગ, ક્રોધ-માયા-લોભના સંયોગથી-૮ ભંગ, માન-માયા-લોભના સંયોગથી–૮ ભંગ કુલ ત્રિક સંયોગીના ૩ર ભંગ બને છે. ચત સંયોગીના ૧૬ ભંગ -
(૧) એક ક્રોધી, એક માની, એક માયી, એક લોભી (૨) એક ક્રોધી, એક માની, એક માયી, અનેક લોભી (૩) એક ક્રોધી, એક માની, અનેક માયી, એક લોભી (૪) એક ક્રોધી, એક માની, અનેક માયી, અનેક લોભી (૫) એક ક્રોધી, અનેક માની, એક માયી, એક લોભી (૬) એક ક્રોધી, અનેક માની, એક માયી, અનેક લોભી (૭) એક ક્રોધી, અનેક માની, અનેક માયી, એક લોભી (૮) એક ક્રોધી, અનેક માની, અનેક માયી, અનેક લોભી.
આ રીતે ક્રોધને એક વચનમાં રાખી ૮ ભંગ થયા તે જ રીતે ક્રોધને બહુવચનમાં રાખીને પણ આઠ ભંગ થાય છે. તેથી ચતુઃસંયોગીના ૧૬ ભંગ થાય છે.
નારકોમાં ક્યાં કેટલા ભંગ :- પ્રત્યેક નરક જઘન્ય સ્થિતિવાળા નારકો હંમેશા હોય જ છે. તેમાં અનેક નૈરયિક ક્રોધોપયુક્ત હોય જ છે. [કારણ કે નૈરયિકોમાં ક્રોધ કષાય વિશેષ છે.] તેથી તેમાં મૂલ પાઠોક્ત ૨૭ ભંગ ક્રોધ બહુવચનાત્ત યુક્ત થાય છે.
જઘન્ય સ્થિતિથી એક સમય અધિકથી લઈને સંખ્યાત સમય અધિક સુધી મધ્યમ સ્થિતિવાળા નારકોમાં પૂર્વોક્ત એસી ભંગ થાય છે. કારણ કે તે બોલ અશાશ્વત છે અર્થાત આ સ્થિતિવાળા નારકો કદાશ્તિ હોય, કદાચિત્ ન પણ હોય.
અસંખ્યાત સમય અધિક સ્થિતિથી ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વતના નારકોમાં પૂર્વોક્ત ક્રોધ બહુવચનાંતના ૨૭ ભંગ થાય છે. આ સ્થિતિવાળા નારકો સદા શાશ્વત હોય છે.
આ રીતે નારક અને દેવોમાં જે જે સ્થાનોમાં સત્તાની અપેક્ષાએ વિરહ ન હોય ત્યાં ર૭ ભંગ, જે સ્થાનોમાં વિરહ હોય ત્યાં ૮૦ ભંગ થાય છે. ઔદારિકના દશ દંડકોમાં જે બોલ નિરંતર પ્રાપ્ત થાય છે. ત્યાં અભંગ અને નિરંતર પ્રાપ્ત ન હોય ત્યાં ૮૦ ભંગ થાય છે.