________________
૧૨૬ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાનોની અપેક્ષાએ ક્રોધોપયુક્તાદિ વિવિધ વિકલ્પ પ્રસ્તુત કર્યા છે. સ્થિતિ સ્થાનો:- પ્રત્યેક નરકાવાસમાં રહેતા નારકોના સ્થિતિ સ્થાન ભિન્ન ભિન્ન છે. કોઈ નારકની જઘન્ય, કોઈ નારકની મધ્યમ અનેક કોઈ નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. રત્નપ્રા પૃથ્વીના પ્રથમ પ્રતરમાં નારકોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ અનેક ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦ હજાર વર્ષની છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેની સ્થિતિ મધ્યમ છે. મધ્યમ સ્થિતિ, જઘન્ય અને ઉત્કૃષ્ટની જેમ એક પ્રકારની નથી. જઘન્ય સ્થિતિથી એક સમય અધિક, બે, ત્રણ સમય અધિકથી સંખ્યાત કે અસંખ્યાત સમયની અધિક સ્થિતિ પણ મધ્યમ સ્થિતિ છે. આમ મધ્યમ સ્થિતિના અનેક વિકલ્પ થાય છે. આ પ્રમાણે સ્થિતિસ્થાનો અસંખ્યાત
સમય:- કાલનો સુક્ષ્મતમ અંશ, જે નિરંશ હોય, જેનો અન્ય અંશ સંભવ નથી, તેને જૈન સિદ્ધાંતાનુસાર 'સમય' કહે છે.
૨૭–ભંગ :- મૂળપાઠ અને ભાવાર્થથી સ્પષ્ટ છે.
૮૦–ભંગ - એક સમયાધિક જઘન્ય સ્થિતિવાળા નારકોમાં એંસી ભંગ આ પ્રમાણે થાય છે. અસંયોગીના આઠ ભંગ, ચાર ભંગ એક વચન આશ્રી અને ચાર ભંગ બહુવચન આશ્રી] દ્વિ સંયોગીના ૨૪ ભંગ, ત્રિક સંયોગીના ૩ર ભંગ, ચતુઃસંયોગીના ૧૬ ભંગ, કુલ ૮+૨૪+૩+૧૬ = ૮૦ એંસી ભંગ થાય છે. અસંયોગીના આઠ ભંગ -
(૧) એક ક્રોધી (૨) એક માની (૩) એક માયી (૪) એક લોભી
(૫) અનેક ક્રોધી (૬) અનેક માની (૭) અનેક માથી (૮) અનેક લોભી. હિક સંયોગી ૨૪ ભંગ :(૧) એક ક્રોધી, એક માની (૨) એક ક્રોધી, અનેક માની (૩) અનેક ક્રોધી, એક માની (૪) અનેક ક્રોધી, અનેક માની (૫) એક ક્રોધી, એક માયી (૬) એક ક્રોધી, અનેક માથી (૭) અનેક ક્રોધી, અનેક લોભી (૮) અનેક ક્રોધી, અનેક માનવી (૯) એક ક્રોધી, એક લોભી (૧૦) એક ક્રોધી, અનેક લોભી (૧૧) અનેક ક્રોધી, એક લોભી (૧૨) અનેક ક્રોધી, અનેક લોભી (૧૩) એક માની, એક માયી (૧૪) એક માની, અનેક માયી (૧૫) અનેક માયી, એક માયી (૧૬) અનેક માની, અનેક માયી (૧૭) એક માની, એક લોભી (૧૮) એક માની, અનેક લોભી (૧૯) અનેક માની, એક લોભી (૨૦) અનેક માની, અનેક લોભી (ર૧) એક માયી, એક લોભી (રર) એક માયી, અનેક લોભી (૨૩) અનેક માયી, એક લોભી (૨૪) અનેક માયી, અનેક લોભી. ત્રિકસંયોગી-૩ર ભંગ -
(૧) એક ક્રોધી, એક માની, એક માયી (૨) એક ક્રોધી, એક માની, અનેક માયી