________________
૧૨૨
શ્રી ભગવતી સૂત્ર–૧
પૃથ્વીકાયથી જ્યોતિષી સુધીના આવાસ :
३ केवइया णं भंते ! पुढविक्काइयावास सयसहस्सा पण्णत्ता ?
गोयमा ! असंखेज्जा पुढविक्काइयावास सयसहस्सा पण्णत्ता जाव असंखिज्जा जोइसियविमाणावास सयसहस्सा पण्णत्ता ।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવોના કેટલા લાખ આવાસ કહ્યા છે. ?
ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોના અસંખ્યાત લાખ આવાસ કહ્યા છે. તે જ પ્રમાણે જ્યોતિષી દેવો પર્યંત અસંખ્યાત લાખ વિમાનવાસ કહ્યા છે.
વિવેચન :
પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોના અસંખ્યાત લાખ આવાસ છે. વાણવ્યંતર- રત્નપ્રભા પૃથ્વીની ઉપરની ૧૦૦૦ યોજનની ભૂમિમાં વાણવ્યંતર દેવો રહે છે. તે મધ્યલોકમાં છે. તેના પણ અસંખ્યાત લાખ આવાસ(નગર) છે. જ્યોતિષી દેવો– સમતલ પૃથ્વીથી ઉપર ૭૮૦ યોજનથી ૯૦૦ યોજન પર્યંત અર્થાત્ ૧૧૦ યોજનમાં જ્યોતિષી દેવોના વિમાનો છે. તે પણ મધ્યલોકમાં છે. તેના પણ અસંખ્યાત લાખ આવાસ (વિમાન) છે.
વૈમાનિક દેવોની વિમાન સંખ્યા :
४ सोहम्मे णं भंते ! कप्पे केवइया विमाणावससयहस्सा पण्णत्ता ? एवंबत्तीसट्ठावीसा, बारस अट्ठ चउरो सयसहस्सा,
पण चत्तालीसा, छच्च सहस्सा सहस्सारे ।
आणय पाणयकप्पे, चत्तारि समया आरणच्चुए तिण्णि, सत्त विमाणसयाइं, चउसु वि एएसु कप्पेसु ।
एक्कारसुत्तरं हेट्ठिमेसु, सत्तुत्तरं सयं च मज्झिमए, सयमेगं उवरिमए, पंचेव अणुत्तरविमाणा ।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ કલ્પમાં કેટલા વિમાનવાસ કહ્યા છે ?
ઉત્તર– હે ગૌતમ !
સૌધર્મકલ્પમાં ૩૨ લાખ, ઈશાનકલ્પમાં ૨૮ લાખ, સનત્કુમારકલ્પમાં ૧૨ લાખ, માહેન્દ્રકલ્પમાં