________________
શતક-૧: ઉદ્દેશક-૫
_.
૧૨૩ |
૮ લાખ, બ્રહ્મલોકકલ્પમાં ૪ લાખ, લાન્તકકલ્પમાં ૫૦ હજાર, મહાશુક્રકલ્પમાં ૪૦ હજાર, સહસાર કલ્પમાં ૬ હજાર, આણત-પ્રાણતકલ્પમાં ૪૦૦, આરણ–અશ્રુતકલ્પમાં ૩૦૦, અબસ્તન રૈવેયકત્રિકમાં ૧૧૧, મધ્યમ ગ્રેવેયકત્રિકમાં ૧૦૭, ઉપરિસ્તન રૈવેયકત્રિકમાં ૧૦૦, અણુત્તર વિમાનમાં ૫, સર્વ મળીને કુલ ૮૪,૯૭,૦૨૩ (ચોર્યાસી લાખ, સત્તાણુ હજાર, ત્રેવીસ) વૈમાનિક દેવોના વિમાનાવાસ છે. વિવેચન :
ઉધ્ધ લોકમાં બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન છે. તેમાં એક એક દેવલોકના વિમાનની સંખ્યા સુત્રપાઠથી સ્પષ્ટ છે. તેમાં વૈમાનિક જાતિના દેવો રહે છે. ચોવીસ દંડક પર દસ દ્વાર :५ पुढवी ट्ठिइ ओगाहण, सरीर संघयणमेव संठाणे ।
लेस्सा दिट्ठी णाणे, जोगुवओगे य दस ट्ठाणा । ભાવાર્થ :- પુથ્વીનરકભૂમિ આદિ આવાસોમાં સ્થિત જીવોની (૧) સ્થિતિ (૨) અવગાહના (૩) શરીર (૪) સંહનન (૫) સંસ્થાન (૬) વેશ્યા (૭) દષ્ટિ (૮) જ્ઞાન (૯) યોગ (૧૦) ઉપયોગ. આ દશ સ્થાનો પર વિચારણા કરી છે.
રત્નપ્રભા નરકમાં સ્થિતિ દ્વાર અને સંગ સંખ્યા :| ६ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु एगमेगंसि णिरयावासंसि रइयाणं केवइया ठिइट्ठाणा पण्णत्ता ?
गोयमा! असंखेज्जा ठिइट्ठाणा पण्णत्ता, तं जहा- जहणिया ठिई, समयाहिया जहणिया ठिई, दुसमयाहिया जाव असंखेज्जसमयाहिया जहणिया ठिई । तप्पाउग्गुक्कोसिया ठिई । ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાં એક એક નરકાવાસમાં રહેતા નારક જીવોના કેટલા સ્થિતિ સ્થાન કહ્યા છે? અર્થાત્ એક-એક નરકાવાસના નારકોની સ્થિતિ કેટલા પ્રકારની છે?
ઉત્તર- હે ગૌતમ, તેના સ્થિતિ અસંખ્ય છે, તે આ પ્રમાણે છે– જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. એક સમય અધિક જઘન્ય સ્થિતિ, બે સમય અધિક જઘન્ય સ્થિતિ, અસંખ્યાત સમય અધિક જઘન્ય સ્થિતિ તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યંત અસંખ્ય સ્થિતિ સ્થાન થાય છે. |७ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु