________________
શતક-૧: ઉદ્દેશક-૫
_.
[ ૧૨૧ ]
પ્રધાનતા જ્યાં છે, તેને ધૂમપ્રભા કહે છે. (૬) તમઃ-અંધકારની પ્રધાનતા છે, તેને તમઃપ્રભા કહે છે. (૭) તમસ્તમા–અત્યંત ગાઢતમ અંધકાર જ્યાં હોય, તેને તમસ્તમપ્રભા કહે છે.
નારકોના રહેવાના સ્થાનને નરકાવાસ કહે છે. દરેક નરકના પાથડા-પ્રસ્તરમાં નરકાવાસ હોય છે. તે નરકવાસોની સંખ્યા સૂત્રોનુસાર જાણવી.
અસુરકુમારોના આવાસ :| २ केवइया णं भंते ! असुरकुमारावाससयसहस्सा पण्णत्ता? एवं
चउसट्ठी असुराणं, चउरासीई य होइ णागाणं ।
बावत्तरि सुवण्णाणं, वाउकुमाराण छण्णउई ॥ दीव-दिसा-उदहीणं, विज्जुकुमारिंद थणियमग्गीणं ।
छण्हं पि जुयलयाणं, छावत्तरिमो सयसहस्सा ॥ ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! અસુરકુમારના કેટલા લાખ આવાસો છે?
ઉત્તર- હે ગૌતમ ! તે આ પ્રમાણે છે- અસુરકુમારના ૬૪ લાખ, નાગકુમારના ૮૪ લાખ, સુવર્ણકુમારના ૭૨ લાખ, વાયુકુમારના ૯૬ લાખ અને દ્વીપકુમારથી સ્વનિત કુમાર સુધી અંતિમ છમાં પ્રત્યેકના ૭૬ લાખ આવાસ છે. વિવેચન :
ભવનપતિના આવાસ પ્રથમ નરકમાં છે. પ્રથમ નરકમાં ૧૩ પાથડાની વચ્ચે ૧૨ આંતરા છે. તેમાં ઉપરના બે આંતરાને છોડીને શેષ દસ આંતરામાં દસ ભવપતિના ભવન છે. ભવનપતિ દેવ મેરુ પર્વતથી દક્ષિણ અને ઉત્તર દિશામાં રહે છે. તેથી તે બંને દિશામાં તેના આવાસ છે. આવાસની સંખ્યા સૂત્રાનુસાર જાણવી. ૭,૭૨,00000 (સાત કરોડ બોંતેર લાખ) ભવનપતિના કુલ ભવન છે.
ભવનપતિ દેવોના આવાસ
દક્ષિણ દિશામાં | ઉત્તર દિશામાં
અસુરકુમારના નાગકુમારના સુવર્ણકુમારના વાયુકુમારના દ્વીપકુમારથી સ્વનિતકુમાર સુધી પ્રત્યેકના
૬૪ લાખ ૮૪ લાખ ૭૨ લાખ ૯૬ લાખ
૭૬ લાખ ૭,૭૨,૦૦,૦૦૦
૩૪ લાખ ૪૪ લાખ ૩૮ લાખ ૫૦ લાખ ૪૦ લાખ
૩0 લાખ ૪૦ લાખ ૩૪ લાખ ૪૬ લાખ ૩૬ લાખ