________________
૧૨૦
O
શતક-૧ : ઉદ્દેશક-૫
આવાસ
શ્રી ભગવતી સૂત્ર–૧
છ
નરકાવાસ સંખ્યા :
१ कइ णं भंते ! पुढवीओ पण्णत्ताओ ?
गोमा ! सत्त पुढवीओ पण्णत्ताओ, तं जहा - रयणप्पभा जाव तमतमा । इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए कइ णिरयावाससयसहस्सा पण्णत्ता? गोयमा ! तीसं णिरयावाससयसहस्सा पण्णत्ता ।
तीसा य पण्णवीसा, पण्णरस दसेव य सयसहस्सा । तिण्णेगं पंचूणं, पंचेव अणुत्तरा णिरया ॥
ભાવાર્થ:
પ્રશ્ન- હે ભગવન્ ! અધોલોકમાં કેટલી પૃથ્વીઓ નરકભૂમિઓ કહી છે ? ઉત્તર– ગોયમા ! સાત પૃથ્વીઓ છે, તે આ પ્રમાણે છે– રત્નપ્રભાથી તમસ્તમઃપ્રભા પર્યંતની. પ્રશ્ન– હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ નારયિકના આવાસ] કહ્યા છે?
ઉત્તર– હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસ કહ્યા છે. સાતે નરકના નરકાવાસોની સંખ્યા ગાથાનુસાર આ પ્રમાણે છે– પ્રથમ નરકમાં ૩૦ લાખ નરકાવાસ, બીજી નરકમાં ૨૫ લાખ, ત્રીજી નરકમાં ૧૫ લાખ, ચોથી નરકમાં ૧૦ લાખ, પાંચમી નરકમાં ૩ લાખ, છઠ્ઠી નરકમાં પાંચ ન્યૂન એક લાખ અને સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે. સાતે નરકના કુલ ૮૪ લાખ નરકાવાસ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાત નરકના નામનું કથન છે. વાસ્તવમાં તે સાત તેના ગોત્ર છે પરંતુ નામ રૂપે પ્રયુક્ત થયા છે. સાતે નરકના સૂત્ર કથિત નામ ગુણનિષ્પન્ન છે. જેમ કે– (૧) રત્નપ્રભા પૃથ્વીમાં નરકાવાસોને છોડી સર્વત્ર પ્રાયઃ ઈન્દ્રનીલ વગેરે રત્નની પ્રભા પડે છે. તેથી તેને રત્નપ્રભા કહે છે (૨) શર્કરા–કાંકરાની પ્રધાનતા જ્યાં છે, તેને શર્કરાપ્રભા કહે છે. (૩) વાલુકા−રેતીની પ્રધાનતા જ્યાં છે, તેને વાલુકાપ્રભા કહે છે. (૪) પંક–કીચડની પ્રધાનતા જ્યાં છે, તેને પંકપ્રભા કહે છે. (૫) ધૂમ–ધૂમાડાની