________________
શતક–૧ઃ ઉદ્દેશક–૫
૧૧૯
અશાશ્વત છે. શેષ બઘી લેશ્યાઓ શાશ્વત છે. પૃથ્વી, પાણી વનસ્પતિની અશાશ્વત વૈશ્યામાં ૮૦ મંગ કષાયોના છે. તેના સિવાય વૈક્રિય દંડકોમાં ૨૭ અને ઔદારિક દંડકોમાં અભંગ(એક ભંગ) છે.
દૃષ્ટિ – જે દંડકોમાં જેટલી દષ્ટિ છે તેનું કથન કરવું. તેમાં મિશ્રદષ્ટિ સર્વત્ર(૧- દંડકમાં) અશાશ્વત છે અને ત્રણ વિકલેન્દ્રિયમાં સમ્યગ્દષ્ટિ અશાશ્વત છે. અશાશ્વતોમાં ૮૦ ભંગ થાય છે. શેષ દૃષ્ટિના વૈક્રિય દંડકમાં ચાર કષાયોનાં ૨૭ ભંગ થાય છે અને ઔદારિક દડકોમાં અભંગ થાય છે.
★
જ્ઞાન—અજ્ઞાન :– જે દંડકમાં જેટલા જ્ઞાન–અજ્ઞાન છે તેમાં વિકલેન્દ્રિયમાં બે જ્ઞાન અશાશ્વત છે. શેષ દંડકોમાં જ્ઞાન અને અજ્ઞાન શાશ્વત છે. મનુષ્યમાં પાંચે ય જ્ઞાન શાશ્વત છે. અશાશ્વત જ્ઞાનમાં ચાર કપાયના ૮૦ ભંગ અને શાયત જ્ઞાનમાં પહેલાની જેમ વૈક્રિય દંડકોમાં ૨૭ ભંગ અને દારિક કીમાં અભંગ છે.
*
યોગ–ઉપયોગ :– ત્રણ યોગ અને બે ઉપયોગમાંથી જ્યાં જેટલા છે તે બધા શાશ્વત છે. તેથી વૈક્રિય દંડકોમાં ચાર કષાયના ૨૭ ભંગ અને ઔદારિક દંડકોમાં "અમંગ" છે.
܀ ܀ ܀ ܀ ܀