________________
૧૧૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતા અર્થાતુ અશાશ્વત છે. અસંખ્ય સમયાધિકથી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના નૈરયિક શાશ્વત મળે છે. ચાર કષાય ક્રોધી, માની આદિની અપેક્ષાએ શાશ્વત સ્થિતિ સ્થાનમાં એક ક્રોધ કષાય શાશ્વત અને ત્રણ કષાય અશાશ્વત હોવાથી ૨૭ ભંગ થાય છે અને અશાશ્વત સ્થિતિ સ્થાનમાં ચારે કષાય અશાશ્વત હોવાથી ૮૦ ભંગ બને છે. * સાત નરક, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય તે સર્વમાં જઘન્ય સ્થિતિ પછીના સંખ્યાત સમયાધિક સુધીના સ્થિતિ સ્થાન અશાશ્વત છે. તેથી તેમાં ૮૦ ભંગ થાય છે. દેવતામાં ચાર કષાયોના ભંગ નારકીની જેમ છે પરંતુ ભંગ કથન ક્રોધના સ્થાને લોભની પ્રમુખતાથી છે. ઔદારિક દંડકોમાં અશાશ્વત સ્થિતિ સ્થાનોમાં ૮૦ ભંગ અને શેષ બધા સ્થિતિ સ્થાનોમાં અભંગ(એક ભંગ) જ થાય છે. * પાંચ સ્થાવરમાં જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના સર્વ સ્થિતિ સ્થાન શાશ્વત છે. તેથી તે ચાર કષાયોની અપેક્ષાએ અભંગ(એક ભંગ) જ છે. * મનુષ્યમાં સર્વ જઘન્ય સ્થિતિ સ્થાન પણ અશાશ્વત છે. તેથી તેમાં પણ ૮૦ ભંગ થાય છે. * આ રીતે નારક અને દેવોમાં શાશ્વત બોલમાં ૨૭ ભંગ, અશાશ્વત બોલમાં ૮૦ ભંગ થાય છે. ઔદારિકના દશ દંડકમાં શાશ્વત બોલમાં અભંગ, અને અશાશ્વત બોલમાં ૮૦ ભંગ થાય છે.
* અવગાહના સ્થાન - સર્વ દંડકોમાં અસંખ્ય અવગાહના સ્થાન છે. જેમાં જઘન્યથી લઈને સંખ્યાત પ્રદેશાધિક સુધીના અવગાહના સ્થાન અશાશ્વત છે. શેષ અવગાહના સ્થાન શાશ્વત છે. પાંચ સ્થાવરમાં સર્વ અવગાહના સ્થાન શાશ્વત છે. * નારકી, દેવતામાં શાશ્વત અવગાહના સ્થાનોમાં ૨૭ ભંગ થાય છે. પાંચ સ્થાવરમાં અવગાહના સ્થાનોમાં (શાશ્વત હોવાના કારણે)અભંગ છે. શેષ ઔદારિક દંડકોમાં અશાશ્વત અવગાહના સ્થાનોમાં ૮૦ ભંગ છે અને શાશ્વત સ્થાનોમાં અભંગ છે. * શરીર ઃ- ૨૪ દંડકમાં જેને જેટલા શરીર છે તે સર્વ શાશ્વત છે. કેવળ મનુષ્યમાં આહારક શરીર અશાશ્વત છે. નારકી દેવતાના પ્રત્યેક શરીરમાં કષાયના ૨૭ ભંગ હોય છે. ઔદારિક દંડકોમાં પ્રત્યેક શરીરમાં અભંગ(એક ભંગ) જ થાય છે. મનુષ્યના આહારક શરીરમાં ૮૦ ભંગ થાય છે. * સંહનન – જે દંડકમાં જેટલા જેટલા સંઘયણ છે તે બધા શાશ્વત છે, તેથી નારકી અને દેવતામાં કષાયની અપેક્ષાએ ૨૭ ભંગ. શેષ સર્વમાં અભંગ થાય છે.
* સંસ્થાન :- જે દંડકમાં જેટલા સંસ્થાન છે તે સર્વ શાશ્વત છે. તેથી નારકી, દેવતામાં કષાયની અપેક્ષાએ ૨૭ ભંગ અને શેષ સર્વમાં અભંગ થાય છે. કલેશ્યા - જે દંડકમાં જેટલી વેશ્યા છે, તેનું કથન કરવું. તેમાં પૃથ્વી, પાણી વનસ્પતિમાં તેજોવેશ્યા