________________
શતક-૧: ઉદ્દેશક-૫
_.
[ ૧૧૭]
શતક-૧ : ઉદ્દેશક-પો
સંક્ષિપ્ત સાર છROCROR
* આ ઉદ્દેશકમાં ચોવીસ દંડકના જીવોના આવાસ અને ૨૪ દંડકના જીવોમાં ૧૦ દ્વારથી વિચારણા કરી, તેમાં ક્રોધોપયુક્ત આદિ ભંગસંખ્યાનું નિદર્શન છે.
* ૨૪ દંડકના આવાસ - સાત નરકમાં ક્રમથી આ પ્રમાણે નરકાવાસ છે– (૧) ત્રીસ લાખ (૨) પચ્ચીસ લાખ (૩) પંદર લાખ (૪) દસ લાખ (૫) ત્રણ લાખ () એક લાખમાં પાંચ ઓછા (૭) સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે.
* ભવનપતિ દેવોના આવાસ આ પ્રમાણે છે- (૧) દક્ષિણમાં–અસુરકુમાર-૩૪ લાખ, (૨) નાગકુમાર-૪૪ લાખ, (૩) સુવર્ણકુમાર-૩૮ લાખ, (૪) વાયુકુમાર–૫૦ લાખ, શેષ સર્વના ૪૦-૪૦ લાખ ભવનાવાસ છે. (૧) ઉત્તરમાં–અસુરકુમાર-૩૦ લાખ, (૨) નાગકુમાર-૪૦ લાખ, (૩) સુવર્ણકુમાર-૩૪લાખ, (૪) વાયુકુમાર-૪૬ લાખ, શેષ સર્વના ૩૬–૩૬ લાખ ભવનાવાસ છે.
* પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યચ, મનુષ્યના આવાસ, વ્યંતરના નગરાવાસ અને જ્યોતિષીનાં વિમાનાવાસ અસંખ્ય અસંખ્ય છે. .
* વૈમાનિક દેવલોકમાં ક્રમથી આ પ્રમાણે વિમાન સંખ્યા છે– (૧) બત્રીસ લાખ (૨) અઠ્યાવીસ લાખ (૩) બાર લાખ (૪) આઠ લાખ (૫) ચાર લાખ (૬) પચાસ હજાર (૭) ચાલીસ હજાર (૮) છ હજાર (૯-૧૦) ચાર સો (૧૧-૧૨) ત્રણસો, નવ રૈવેયકમાં ત્રણ ત્રિકમાં ક્રમશઃ ૧૧૧, ૧૦૭ અને ૧૦૦ વિમાન છે. પાંચ અનુત્તર વિમાનમાં પાંચ વિમાન છે.
* ૨૪ દંડકોમાં (૧) સ્થિતિ (૨) અવગાહના (૩) શરીર (૪) સંઘયણ (૫) સંસ્થાન (૬) લેશ્યા (૭) દષ્ટિ (૮) જ્ઞાન (૯) યોગ (૧૦) ઉપયોગ. કેટલા હોય તે જીવાભિગમ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિથી
જાણવાં.
* સ્થિતિ સ્થાન - ચોવીસે દંડકમાં અસંખ્ય સ્થિતિ સ્થાન છે અર્થાત્ નારક, દેવમાં ૧૦,000 વર્ષ અને એક સમય અધિક દશ હજાર વર્ષ અને બે સમય અધિક તેમ સંખ્યાત-અસંખ્યાત સમય અધિકના સ્થિતિ સ્થાન છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. મનુષ્ય, તિર્યંચમાં અંતર્મુહૂર્ત પછી સમયાધિક સર્વ સ્થિતિઓ સમજવી અને ઉત્કૃષ્ટ પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવી.
*
જઘન્ય સ્થિતિના નૈરયિક શાશ્વત મળે છે. એક સમયાધિકથી સંખ્યાત સમયાધિક સુધીના નૈરયિક