________________
૧૧૬
શ્રી ભગવતી સૂત્ર–૧
જે બીજું શરીર પ્રાપ્ત કરવાના નથી તે ચરમ શરીરી છે.
ઉત્પન્ન જ્ઞાનદર્શનધર ઃ– ઉત્પન્નનો અર્થ ઉત્પન્ન થયેલું—આત્મસમુત્થ. જેણે પોતાના પુરુષાર્થથી કર્મનો ક્ષય કરીને, જ્ઞાન ઉત્પન્ન કર્યું છે, પ્રગટ કર્યું છે તેને ઉત્પન્નજ્ઞાન દર્શનધર કહે છે. આ વિશેષણથી 'અનાદિ મુક્તાત્મા' માનનારની માન્યતાનું નિરાકરણ થઈ જાય છે.
અર્હત્ :– જે ઈન્દ્રાદિ દેવો દ્વારા પૂજનીય છે.
જિનઃ– રાગદ્વેષાદિ વિકારો પણ જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, તેને જિન કહે છે. ઠાણાંગ સૂત્રમાં અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની ત્રણને જિન કહ્યા છે. તેમાંથી પ્રથમ બે પ્રકારના જિનનો અહીં વ્યવચ્છેદ કરવા માટે કેવળી શબ્દ પ્રયોગ છે. તેમ જ છદ્મસ્થ મનુષ્યોની જેમ જ અવધિજ્ઞાની વિષયક ભિન્ન પ્રશ્નોત્તર પણ છે. તેથી પ્રસ્તુત પ્રસંગમાં કેવળી જિનનું જ ગ્રહણ કર્યું છે.
આધોવધિ :– પરિમિત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનને અથવા પ૨માવધિજ્ઞાનથી ન્યૂન અવધિજ્ઞાનને આધોવિધ કહે છે.
પરમાધિ :- - ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન, સમસ્ત રૂપી દ્રવ્યોને વિષય કરે છે અને અલોકમાં પણ લોક જેટલા અસંખ્ય ખંડ હોય તો તેને જાણવાની શક્તિ ધરાવે, તે પરમાવધિજ્ઞાન છે. તે જ્ઞાન અપ્રતિપાત છે અર્થાત્ ભવ પર્યંત સાથે જ રહે છે. ધારણા પરંપરાથી અપ્રતિપાતિનો અર્થ એક કરાય છે કે તે પરમાવધિ જ્ઞાનીનો તે જ ભવમાં મોક્ષ નિશ્ચિત છે. પરંતુ પ્રસ્તુત સૂત્રાનુસાર તે કેવળી થઈને જ મોક્ષે જાય છે.
અલમસ્તુ ઃ– પૂર્ણ. જેણે પ્રાપ્ત કરવા યોગ્ય સર્વ જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરી લીધા હોય, જેને હવે કંઈ જ પ્રાપ્ત કરવાનું શેષ રહ્યું ન હોય તે અલમસ્તુ અર્થાત્ પરિપૂર્ણ કહેવાય છે.
|| શતક-૧/૪ સંપૂર્ણ ॥
-