________________
શતક-૧ : ઉદ્દેશક-૪
૧૧૫
જ્ઞાન પરનું આવરણ શીણ થઈ ગયું છે, તેને કેવળી કહે છે. છાસ્યની મુક્તિ થતી નથી. કેવળી જ મુક્ત થઈ શકે છે. આ પ્રભુ મહાવીરનો સિદ્ધાંત છે.
સાંખ્ય દર્શન અને બૌદ્ધ દર્શનમાં મુક્તિને માટે જ્ઞાનની આવશ્યકતાનો કોઈ નિયમ નથી. જેના રાગદ્વેષ, કલેશાદિ અથવા આશ્રવ ક્ષીણ થઈ ગયા હોય, તે વ્યક્તિ કેવળી થયા વિના પણ મુક્ત થઈ શકે છે. આ પ્રકારની દાર્શનિક માન્યતાના સંદર્ભમાં ઉપરોક્ત પ્રશ્ન અને ઉત્તર મહત્ત્વપૂર્ણ છે.
રાગ દ્વેષાદિ આશ્રવનો ક્ષય થવાથી વ્યક્તિ વીતરાગ બની શકે છે, પરંતુ મુક્ત થઈ શકતા નથી, સંયમ, સંવર, બ્રહ્મચર્યવાસ કે અષ્ટ પ્રવચનમાતાની આરાધના તે મોક્ષનું પરંપરાકારણ જરૂર છે. પરંતુ સાક્ષાત્ કારણ નથી. કોઈપણ જીવ કેવળી થયા વિના મુક્ત થઈ શકતા નથી. સામાન્ય જ્ઞાની તો મુક્ત ન થાય પરંતુ પરમાવધિજ્ઞાની પણ મુક્ત થઈ શકતા નથી.
કેવલ ઃ- વૃત્તિકારે 'કેવલ' શબ્દના ચાર અર્થ કહ્યા છે. સહાય નિરપેક્ષ, શુદ્ધ, પરિપૂર્ણ અને અસાધારણ. વિશેષાવશ્યક ભાષ્યમાં તેનો 'અનંત' અર્થ પણ કર્યો છે. આ સર્વ અર્થની અપેક્ષાએ કેવલજ્ઞાનનું સ્વરૂપ સમજી શકાય છે.
કેવળજ્ઞાન :- (૧) જે જ્ઞાન સહાયનિરપેક્ષ છે અર્થાત્ ઈન્દ્રિય, મન કે અન્ય કોઈપણ પરિસ્થિતિની અપેક્ષા વિના, સ્વયં જ ત્રૈકાલિક ભાવોને જાણે તે કેવળજ્ઞાન. (૨) જે શુદ્ધ છે તે કેવળજ્ઞાન. તેમાં કોઈપણ દોષની સંભાવના નથી. (૩) જે પરિપૂર્ણ છે તે કેવળજ્ઞાન. (૪) જે અસાધારણ છે તે કેવળજ્ઞાન. તેના જેવું અન્ય જ્ઞાન નથી. (૫) જે અનંત છે તે કેવળજ્ઞાન.
સંયમ :– ઈન્દ્રિય નિગ્રહ અથવા ૧૭ પ્રકારનો સંયમ.
બ્રહ્મચર્યવાસ :– તેનો એક અર્થ છે ગુરુકુલવાસ અથવા પ્રવ્રુજિત જીવનમાં રહેવું. શ્રી ઠાણાંગ સૂત્રના બીજા સ્થાનમાં મુનિ ધર્મના સ્વીકાર પછી બ્રહ્મચર્યવાસનું કથન છે. તેથી તેનો અર્થ મુનિ જીવનની સાધના થયા છે. દશ પ્રકારના યતિધર્મમાં પણ તેનો ઉલ્લેખ છે.
આ સર્વ પ્રકારે વિચારતાં તેનો અર્થ કામભોગથી વિરત થઈને, કામોદ્દીપક વસ્તુઓ તથા દશ્યોનો ત્યાગ કરીને, ગુરુની આજ્ઞાનું પાલન કરવું, તેને બ્રહ્મચર્યવાસ કહે છે. વિશેષમાં બ્રહ્મમાં—આત્મામાં વસવું તે અબ્રહ્મચર્યવાસ. વ્યવહાર ભાષામાં બ્રહ્મચર્યના પાલન સહન આત્મભાવમાં રમણના કરવી. તે બ્રહ્મચર્ય
વાસ.
પ્રવચન માતા :– પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અષ્ટ પ્રવચન માતા કહે છે.
અંતકર : જન્મ-મરણની પરંપરાનો અંત કરનાર.
અંતિમ શરીરી—ચરમ શરીરી – જેનું વર્તમાન શરીર જ તમ શરીર છે, વર્તમાન શરીર છોડયા પછી
-