________________
૧૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
હોય યથા– અનુત્તર વિમાનમાં સ્ત્રીવેદ (૩) વિશિષ્ટ તપ- સંયમની સાધનાથી કર્મ નષ્ટ થાય છે.
વોદિ સંવ નં તવ બન્નક્કિ I આ ત્રણ કારણે જીવ અનુભાગ કર્મોને ભોગવતા નથી અથવા તેમાં પરિવર્તન કરે છે. પ્રદેશ કર્મ - આત્મપ્રદેશો સાથે એક મેક થયેલો કર્મ પુદ્ગલોનો જથ્થો. અનુભાગ કર્મ – કર્મોનો અનુભવમાં આવતો તીવ્ર–મંદાદિ રસ, અર્થાત્ સુખ દુઃખ શાતા-અશાતાનું વેદન.
કત કર્મમાંથી કેટલાંક કર્મો અનુભાગ પૂર્વક વેદાય છે, કેટલાક અનુભાગપૂર્વક વેદાતા નથી. પ્રદેશ રૂપે તો સર્વ કર્મ વેદાય જ છે. જેમ કે દેવગતિમાં નપુંસક વેદનો અબાધાકાળ પૂર્ણ થતાં તે ઉદયમાં આવે છે પરંતુ તે વિપાકથી ઉદયમાં આવી શકતું નથી, તે કર્મ પ્રદેશોદયથી જ ઉદયમાં આવી આત્માથી છૂટું પડી જાય છે.
અનુભાગ કર્મનું વેદન બે પ્રકારે કરે છે. (૧) ઔપક્રમિકી વેદના :- આબાધાકાલ પૂર્ણ થતાં જે કર્મ સ્વયં ઉદયમાં આવે અથવા ઉદીરણા દ્વારા ઉદયમાં આવે છે. તેનું વેદન અજ્ઞાનપૂર્વક અથવા અનિચ્છાએ થાય છે. તે ઔપક્રમિકી વેદના છે. આ પ્રકારનું વેદના સર્વ જીવોને હોય છે.
(૨) આભ્યપગમિકી વેદના:- સ્વેચ્છાથી જ્ઞાનપૂર્વક કર્મફલને ભોગવવા. યથા– સ્વેચ્છાથી સંયમનો
સ્વીકાર કરીને બાવીસ પરીષહોને સહન કરવા, વિવિધ પ્રકારે તપ કરવો, લોચ કરવો ઈત્યાદિ આભ્યપગમિકી વેદના છે. આ પ્રકારનું વદન પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને જ હોય છે. મહાનિકાર:- નિકરણ એટલે કારણ. કર્મ વિપરિણામ પામે અર્થાતુ કર્મફળ આપે તેના જે દેશ, કાળ વગેરે કારણો છે તે નિકરણ કહેવાય છે. દેશ-કાળ વગેરેની મર્યાદા અનુસાર કર્મ વિપરિણામ પામે છે. નાથાંને મહા – જીવ કઈ વેદનાથી ક્યું કર્મ વેદશે તે અરિહંતોને જ્ઞાત છે, સ્મૃત છે. અરિહંત ભગવાન સર્વજ્ઞ છે, તેથી લોકાલોકના ભાવો તેને પ્રત્યક્ષ જ છે. તેમને કોઈપણ વિષયમાં સ્મૃતિ કે ચિંતનની આવશ્યકતા નથી. સૂત્રમાં પ્રયુક્ત 'ઋત' પદ ચિંતન અર્થમાં નથી. અરિહંતના જ્ઞાન સાથે સ્મરણનું અવ્યભિચારપણે સાદેશ્ય છે, તે દર્શાવવા આ પદ પ્રયુક્ત થયું છે. – ભિગવતી ટીકાનુવાદ પૂ. ૧૩s] ના ના તં ભાવ ૬િ - દેશ, કાળ આદિ મર્યાદા અનુસાર જે કર્મ. જે રૂપે ભોગવવાનું ભગવાને જાણ્યું હોય તે કર્મ, તે રૂપે પરિણત થાય છે.
આ કથન નિયતિને પણ સ્વીકારે છે. આ રીતે જૈનદર્શનના પ્રત્યેક સિદ્ધાંત અનેકાંતિક સિદ્ધ થાય છે. તેમજ પ્રત્યેક કાર્યની સિદ્ધિ માટે જૈનદર્શન કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ પાંચ સમવાયનો સ્વીકાર કરે છે. કર્મમાં થનારું પરિવર્તન કે ક્ષય વગેરે નિયત છે. તેમ છતાં પરિવર્તન કે નાશ