________________
શતક-૧: ઉદ્દેશક-૪
_.
[ ૧૧૧]
કરવો તે નિયતિને આધીન નથી, તે પુરુષાર્થને આધીન છે. આ રીતે આ સૂત્રમાં પુરુષાર્થ અને નિયતિનો સમન્વય છે અર્થાતુ પુરુષાર્થથી કેટલાક કર્મમાં પરિવર્તન થાય છે અને તે પરિવર્તન અને પુરુષાર્થ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાય છે. પુદ્ગલસ્કંધ અને જીવની સૈકાલિક શાશ્વતતા :
८ एस णं भंते ! पोग्गले अतीतं अणंतं, सासयं समयं भुवीति वत्तव्वं લિયા ?
हंता गोयमा ! एस णं पोग्गले अतीतं अणतं सासयं समयं भुवीति वत्तव्वं सिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આ પુગલ-પરમાણુ અનંત, અતીત શાશ્વતકાલમાં હતા. તે પ્રમાણે કહી શકાય?
ઉત્તર- હા, ગૌતમ ! આ પુદ્ગલ–પરમાણુ, અનંત, અતીત શાશ્વતકાલમાં હતા તે પ્રમાણે કહી શકાય. ९ एस णं भंते ! पोग्गले पडुप्पणं सासयं समयं भवईति वत्तव्वं सिया?
हता गोयमा ! तं चेव उच्चारेयव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આ પુદ્ગલ-પરમાણુ વર્તમાન કાલમાં શાશ્વત છે તે પ્રમાણે કહી શકાય?
ઉત્તર- હા, ગૌતમ ! એ પ્રમાણે કહી શકાય. |१० एस णं भंते ! पोग्गले अणागयं अणंतं सासयं समयं भविस्सईति वत्तव्वं सिया? हंता गोयमा ! तं चेव उच्चारेयव्वं । एवं खंधेण वि तिण्णि आलावगा। एव जीवेण वि तिण्णि आलावगा भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આ પુદ્ગલ-પરમાણુ અનંત, ભવિષ્યકાલમાં શાશ્વત રહેશે, તે પ્રમાણે કહી શકાય?
ઉત્તર- હા, ગૌતમ ! એ પ્રમાણે કહી શકાય. આ જ પ્રમાણે સ્કંધની સાથે પણ ત્રિકાલ સંબંધી ત્રણ આલાપકનું કથન કરવું જોઈએ. આ જ પ્રમાણે જીવની સાથે પણ ત્રણ આલાપકનું કથન કરવું જોઈએ.