________________
શતક-૧: ઉદ્દેશક-૪
_.
૧૦૯ |
अयं जीवे अब्भोवगमियाए वेयणाए वेदेस्सइ, इमं कम्मं अयं जीवे उवक्कमियाए वेयणाए वेइस्सइ । अहाकम्म, अहाणिगरणं जहा जहा तं भगवया दिटुंतहा तहा तं विप्परिणमिरईति । से तेणटेणं गोयमा ! णेरइयस्स वा जाव मोक्खो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નારક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવે જે પાપકર્મ કર્યા છે તેને ભોગવ્યા વિના તેનો મોક્ષ (છુટકારો) થતો નથી?
ઉત્તર- હા, ગૌતમ! નારક, તિર્યત યોનિક, મનુષ્ય અને દેવે જે પાપકર્મ કર્યા છે, તેને ભોગવ્યા વિના મોક્ષ થતો નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નારક વગેરેએ જે પાપકર્મ કર્યા છે, તે ભોગવ્યા વિના મોક્ષ થતો નથી ?
ઉત્તર- હે ગૌતમ ! મેં બે પ્રકારના કર્મ કહ્યાં છે અર્થાતુ કર્મના બે પ્રકાર છે– પ્રદેશકર્મ અને અનુભાગકર્મ. તેમાંથી જે પ્રદેશકર્મ છે તે નિયમા ભોગવાય છે અને જે અનુભાગ કર્મ છે તેમાંથી કેટલાક કર્મનું વદન થાય છે, કેટલાકનું વદન થતું નથી.
હે ગૌતમ! તે વિષય અરિહંતોને જ્ઞાત હોય છે, સ્મત હોય છે અને વિજ્ઞાત હોય છે કે આ જીવ આ કર્મને આભ્યપગમિક વેદનાથી ભોગવશે, આ જીવ આ કર્મને ઔપક્રમિક વેદનાથી ભોગવશે.
જીવે બાંધેલા કર્માનુસાર, નિકરણો–દેશકાળની મર્યાદા અનુસાર અને જે જે પ્રકારે સર્વશે જોયું છે, તે તે પ્રકારે જ તે કર્મો વિપરિણામ પામશે. તેથી એ પ્રમાણે કહ્યું છે કે નારક વગેરેનો કર્મો ભોગવ્યા વિના મોક્ષ-છૂટકારો નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કર્મસિદ્ધાંતના મહત્ત્વના પ્રશ્નોની વિચારણા કરી છે. કર્મના સિદ્ધાંતનો એક સામાન્ય નિયમ છે કે કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકારો નથી પરંતુ આ નિયમ સાર્વત્રિક અથવા નિરપેક્ષ હોય તો ધર્મ પુરુષાર્થથી કર્મનો બંધ કરે છે અને પોતાના જ પુરુષાર્થથી મુક્ત પણ થઈ શકે છે. કર્મમાં પરિવર્તન પણ કરી શકે છે.
તેથી જ ઉપરોક્ત સત્રમાં જણાવ્યું છે કે કર્મના બે પ્રકાર છે, પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ. પ્રદેશ કર્મ અવશ્ય ભોગવવા જ પડે છે, જ્યારે અનુભાગ કર્મમાં સાધક પોતાના પુરુષાર્થથી પરિવર્તન પણ કરી શકે છે અને તેનો નાશ પણ કરી શકે છે. તેના ત્રણ કારણ છે.
(૧) જે કર્મ મંદ પરિણામથી બાંધ્યા હોય (૨) જે કર્મના ઉદય માટે બાહ્ય–સંયોગ અનુકૂળ ન