________________
[ ૧૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
- છઠ્ઠા ગુણસ્થાનથી અગિયારમા ગુણસ્થાન સુધી સંયમની અવસ્થાઓ છે, તે અવસ્થામાં રહેવાને અહીં અપક્રમણ કહ્યું નથી. કારણ કે સર્વ ગુણસ્થાનોમાં પંડિતવીર્ય છે અને પંડિત વીર્યથી અપક્રમણ થતું નથી. તેથી સૂત્રમાં મોહકર્મની ઉપશમ અવસ્થામાં અર્થાત્ અપ્રત્યાખ્યાનાવરણીય કર્મની ઉપશાંત અવસ્થાની બાલ પંડિતવીર્યથી અપક્રમણ કહ્યું છે, તે પાંચમા ગુણસ્થાનની અપેક્ષાએ અપક્રમણ છે. પ્રસ્તુત સૂત્રોનો તાત્પર્યાર્થ – સૂત્ર ન. ૨-૩-૪ નો સંક્ષિપ્ત આશય આ પ્રમાણે છે.
(૧) મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં બાલવીર્યથી ઉપસ્થાન (૨) મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં બાલવીર્યથી કે બાલવીર્ય રૂપે અપક્રમણ, પ્રત્યાખ્યાનાવરણીય ચારિત્ર મોહના ઉદયમાં બાલપંડિત વીર્યથી કે બાલપંડિતવીર્ય રૂપે અપક્રમણ (૩) મોહનીય કર્મની ઉપશમ દશામાં પંડિતવીર્યથી ઉપસ્થાન (૪) અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ચારિત્ર મોહનીયની ઉપશમદશામાં બાલપંડિતવીર્યથી કે બાલપંડિતવીર્ય રૂપે અપક્રમણ થાય છે. માયાપ:- આ અપક્રમણ પણ સ્વયં આત્મા દ્વારા જ થાય છે. અન્ય દ્વારા નહિ. અપક્રમણ થયા પહેલાં આ જીવને જીવાદિ નવ તત્ત્વો પર શ્રદ્ધા હતી. "ધર્મનું મૂલ અહિંસા છે, જિન-કથિત વચન સર્વથા સત્ય છે," આ પ્રકારે ધર્મ પ્રતિ તેને રુચિ હતી પરંતુ મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયને વશ થતાં તેની શ્રદ્ધા વિપરીત થાય છે અને પૂર્વે રુચિકર લાગતી બાબતો હવે અરુચિકર લાગે છે તેથી તે સમ્યગુદષ્ટિ મટીને મિથ્યાત્વી થાય છે.
સારાંશ એ છે કે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય તે જીવની અરુચિ અને અશ્રદ્ધાનું કારણ બને છે. તેથી જીનું અપક્રમણ આત્મતઃ = સ્વતઃ (સ્વયંથી) થાય છે.
કર્મ ક્ષયથી જ મોક્ષ :| ७ से णूणं भंते ! णेरइयस्स वा तिरिक्खजोणियस्स वा मणूसस्स वा देवस्स वा जे कडे पावे कम्मे, पत्थि तस्स अवेयइत्ता मोक्खो ?
हंता, गोयमा ! णेरइयस्स वा, तिरिक्ख-मणुदेवस्स वा जे कडे पावे कम्मे, णत्थि तस्स अवेइयत्ता मोक्खो ।
से केणटेणं भंते ! एवं वुच्चइ णेरइयस्स वा जाव मोक्खो ?
एवं खलु मए गोयमा ! दुविहे कम्मे पण्णत्ते, तं जहा- पएसकम्मे य अणुभागकम्मे य, तत्थ णं जं तं पएसकम्मं तं णियमा वेएइ, तत्थ णं जं तं अणुभागकम्मं तं अत्थेगइयं वेएइ, अत्थेगइयं णो वेएइ ।
णायमेयं अरहया, सुयमेयं अरहया, विण्णायमेयं अरहया- इमं कम्म