________________
૧૦૪ |
શ્રી ભગવતી સૂત્ર-૧
છે. આત્મા અનાદિકાલથી જ, અમૂર્ત હોવા છતાં કર્મ સંયોગથી જ મૂર્તિ છે. વાસ્તવમાં સંસારી આત્મા (કર્મયુક્ત આત્મા) રૂપી કહેવાય છે. તેને જ કર્મબંધ થાય છે. તેથી આત્મા અને કર્મનો સંબંધ, અરૂપીનો રૂપી સાથેનો સંબંધ નથી પરંતુ રૂપીનો રૂપી સાથે સંબંધી આ દષ્ટિકોણથી જ સંસારી આત્મા કર્મોનો કર્તા છે. જીવની ક્રિયા વિના કર્મબંધ થતો નથી. કોઈપણ એક કર્મનો સંયોગ અનાદિકાલથી નથી અને અનંતકાલ રહેવાનો નથી. આઠ મૂલ કર્મ પ્રકૃતિઓનો બંધ પ્રવાહતઃ અનાદિકાલથી આવી રહ્યો છે. રાગ અને દ્વેષ તે બે કારણથી કર્મબંધ થાય છે. કર્મોની ઉત્તર પ્રવૃતિઓ કેટલા પ્રકારે બંધાય અને કેટલા પ્રકારે ભોગવાય, આ સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું જોઈએ. જીવનું ઉપસ્થાન અને અપક્રમણ :| २ जीवे णं भंते ! मोहणिज्जेणं कडेणं कम्मेणं उदिण्णेणं उवट्ठाएज्जा? હતા, ૩ વાળા
से भंते ! किं वीरियत्ताए उवट्ठाएज्जा, अवीरियत्ताए उवट्ठाएज्जा? गोयमा ! वीरियत्ताए उवट्ठाएज्जा, णो अवीरियत्ताए उवट्ठाएज्जा।
जइ वीरियत्ताए उवट्ठाएज्जा, किं बालवीरियत्ताए उवट्ठाएज्जा, पंडियवीरियत्ताए उवट्ठाएज्जा, बालपंडियवीरियत्ताए उवट्ठाएज्जा?
गोयमा! बालवीरियत्ताए उवट्ठाएज्जा, णो पंडियवीरयत्ताए उवट्ठाएज्जा, णो बालपडियवीरियत्ताए उवट्ठाएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૂર્વકૃત મોહનીય કર્મ જ્યારે ઉદીર્ણ—ઉદયમાં આવ્યું હોય ત્યારે જીવ ઉપસ્થાન-પરલોકની ક્રિયા-(ઊર્ધ્વગમન) ઉપર ઊઠવાની ક્રિયા કરે છે ?
ઉત્તર- હા, ગૌતમ ! ઉપસ્થાન કરે છે અર્થાત્ મિથ્યાત્વ મોહના ઉદયે પણ જીવ ઊર્ધ્વગમન દેવગતિમાં ગમન કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! શું જીવ સવર્યથી ઉપસ્થાન કરે છે? કે અવીર્યથી? ઉત્તર- હે ગૌતમ! જીવ સવર્યથી ઉપસ્થાન કરે છે, અવીર્યથી કરતો નથી.
પ્રશ્ન- હે ભગવન્! જીવ વીર્યથી ઉપસ્થાન કરે છે, તો શું બાલવીર્યથી કરે છે? પંડિત વીર્યથી કરે છે? કે બાલ પંડિત વીર્યથી કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! મિથ્યાત્વ મોહનીયના ઉદયે તે બાલવીર્યથી ઉપસ્થાન કરે છે. પંડિતવીર્ય કે બાલપંડિત વીર્યથી ઉપસ્થાન કરતો નથી.