________________
શતક-૧: ઉદ્દેશક-૪
_.
[ ૧૦૩ ]
'શતક-૧ : ઉદ્દેશક-૪
કર્મપ્રકૃતિ
કર્મ પ્રકૃતિનો બંધ, ઉદય આદિ વિચાર :| १ कइ णं भंते ! कम्मप्पगडीओ पण्णत्ताओ?
गोयमा ! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ। कम्मप्पगडीए पढमो उद्देसो णेयव्वो जाव अणुभागो समत्तो । गाहा
कइ पयडी कह बंधइ, कइहिं च ठाणेहिं बंधइ पयडी ।
कइ वेदेइ य पयडी, अणुभागो कइविहो कस्स ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મ પ્રકૃતિઓ કેટલી કહી છે?
ઉત્તર- હે ગૌતમ! કર્મ પ્રકૃતિઓ આઠ કહી છે. અહીં પ્રજ્ઞાપના સૂત્ર પદ-ર૩, પ્રથમ ઉદ્દેશક પ્રમાણે કર્મપ્રકૃતિથી અનુભાગ પર્યત કથન કરવું જોઈએ.
ગાથાર્થ- કર્મપ્રકૃતિ કેટલી છે? જીવ કર્મ કઈ રીતે બાંધે છે? કર્મ પ્રકૃતિ કેટલા સ્થાનથી બાંધે છે ? કેટલી પ્રકૃતિઓનું વેદન કરે છે? કઈ પ્રકૃતિનો કેટલો પ્રકારનો અનુભાગ-રસ છે? ઈત્યાદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રનો સંદર્ભ આપી, કર્મ પ્રકૃતિ સંબંધી સમસ્ત તત્ત્વજ્ઞાનનો નિર્દેશ કર્યો છે. કર્મ અને આત્માના સંબંધમાં નિમ્નોક્ત શંકાઓ ઉત્પન્ન થાય છે
(૧) કર્મ અને આત્માનો સંયોગ કેમ થાય? કારણ કે કર્મ જડ છે. તેને જ્ઞાન નથી તેથી તે આત્મા સાથે એકમેક કઈ રીતે થઈ શકે? (૨) કર્મ રૂપી છે, આત્મા અરૂપી છે, અરૂપી સાથે રૂપીનો સંબંધ કઈ રીતે થાય ?
સમાધાન - કર્મ અને જીવનો સંબંધ અનાદિકાલીન છે. પ્રત્યેક કર્મના બંધની આદિ છે પરંતુ પ્રવાહરૂપે અનાદિકાલીન છે. કર્મ જડ હોવા છતાં જીવના રાગાદિ વિભાગોના નિમિત્તથી આત્મા સાથે તેનો બંધ થાય