________________
[ ૧૦૨]
શ્રી ભગવતી સૂત્ર-૧
શતક-૧ : ઉદ્દેશક-૪ ROADર સંક્ષિપ્ત સાર છROCROR
* આ ઉદ્દેશકમાં કર્મપ્રકૃતિ, જીવનું ઉપસ્થાન, અપક્રમણ, કર્મફળ ભોગનો સિદ્ધાંત તેમજ કેવળ જ્ઞાનીની મહત્તા અને કેવળી મુક્તિનું પ્રતિપાદન છે. * કર્મ પ્રકૃતિના ભેદ અને તેના વિપાક(ફળ) આદિનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૩ના પ્રથમ ઉદ્દેશક અનુસર સમજવું. * ઉપસ્થાન = ઉપર ઉઠવું. ઉર્ધ્વગમન કરવું અથવા ઉદ્ગલોક સંબંધી પ્રાપ્તિ ક્રિયા અને અવક્રમણ = નીચે આવવું અથવા પતન. આ બંને ક્રિયા અર્થાત્ ઉત્થાન અને પતન કરનાર ક્રિયા જીવના વીર્યથી જ થાય છે. મોહનીય કર્મના ઉદયમાં જીવ ઉપસ્થાન-પરલોક સંબંધી ક્રિયા કરે અર્થાત્ પરલોકમાં જાય છે [અથવા બાલપંડિતવીર્યથી] થાય છે. મોહનીયકર્મની ઉપશાંત અવસ્થામાં જીવ ઉપસ્થાન-ઉત્થાન કરે તો તે પંડિત વીર્યથી થાય છે. મોહનીય કર્મની ઉપશાંત અવસ્થામાં જીવ સંયમથી અપક્રમણ–પતન કરે તો તે બાલપંડિતવીર્યથી કરે છે. જીવને જિનધર્મ પર શ્રદ્ધા અને રુચિ તેના ઉત્થાનનું કારણ અને અશ્રદ્ધા અને અરુચિ તેના પતનનું કારણ છે. * કરેલા કર્મો ભોગવ્યા વિના મુક્તિ નથી. તે સિદ્ધાંત અબાધિત છે. તેમ છતાં કર્મફળ બે રીતે ભોગવાય છે– અનુભાગથી અને પ્રદેશથી. પ્રત્યેક કર્મ અનુભાગથી—વિપાકથી તેના ફળનું વેદન કરાવે તેવો એકાંત નિયમ નથી. અનેક પ્રકારના પુરુષાર્થથી તેના વિપાકમાં પરિવર્તન થઈ શકે છે પરંતુ પ્રત્યેક કર્મ પ્રદેશથી અવશ્ય ઉદયમાં આવે જ છે. ક્યુ કર્મ કઈ રીતે, કઈવેદનાથી ભોગવાશે તે અરિહંત ભગવાનને જ્ઞાનમાં જણાય છે.
*
જીવ, પરમાણુ અને અંધ આ સૈકાલિક શાશ્વત પદાર્થ છે. લોકમાં તેનો અભાવ થતો નથી.
* જીવ સર્વજ્ઞ સર્વદર્શી બનીને જ સિદ્ધ થાય છે. ભલે અવધિજ્ઞાની હોય, પરમાવધિજ્ઞાની હોય, મન:પર્યવજ્ઞાની અથવા ચંદ પૂર્વધર હોય પરંતુ છઘસ્થ કોઈ સિદ્ધ થતા નથી. તાત્પર્ય એ છે કે છદ્મસ્થ અવસ્થામાં જ કોઈની મુક્તિ થતી નથી પરંતુ પરંપરાથી કેવળી બની (સર્વજ્ઞ–સર્વદર્શી બની) મુક્ત થઈ શકે છે. આ સૈકાલિક સિદ્ધાંત છે.
* સર્વજ્ઞ સર્વદર્શી કેવલી ભગવાન અલમસ્ત કહેવાય છે. જેમણે મેળવવા યોગ્ય સર્વ જ્ઞાનાદિ ગુણ મેળવી લીધા છે અને તેમને માટે પ્રાપ્ત કરવા યોગ્ય કાંઈ પણ અવશેષ રહ્યું નથી, તે પરિપૂર્ણ જ્ઞાની અલમસ્તુ સંજ્ઞક છે.