________________
શતક-૧: ઉદ્દેશક-૩
_.
[ ૧૦૧ ]
શ્રાંતિ થઈ શકે છે. વાસ્તવમાં આગમ પ્રમાણ સત્ય છે.
- ઉપરોક્ત કારણોમાંથી કોઈ પણ કારણે શ્રમણ નિગ્રંથને કાંક્ષામોહનીય કર્મનું વેદના થાય છે. સૂત્રકારે ૨૪ દંડકના જીવોમાં કાંક્ષામોહનીય કર્મના વેદન માટે પૃચ્છા કરી છે. તેથી સ્પષ્ટ થાય છે કે આ શબ્દપ્રયોગ મિથ્યાત્વ મોહનીય માટે થયો છે. ક્યારેક શ્રમણ નિગ્રંથો પણ શંકાદિમાં ફસાઈ જાય અને તેનું સમાધાન ન કરી શકે તો તેને પણ મિથ્યાત્વ મોહનીયનો ઉદય થઈ જાય છે. કર્માધીન જીવોનાં પરિણામોની વિચિત્રતાથી તેના ગુણસ્થાનમાં પણ પરિવર્તન થાય છે. તેથી જ સૂત્રકારે તમેવ સર્વ...જિનવચન પર દઢતમ શ્રદ્ધા રાખવાનું સૂચન કર્યું છે.
વૃત્તિકારે પણ કાંક્ષામોહનીયનો સમાવેશ મિથ્યાત્વ મોહનીય કર્મમાં કર્યો છે. તે આ સૂત્રમાં પ્રયુક્ત ભેદ સમાપન્ન અને કલુષ સમાપન્ન શબ્દોની ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ છે.
- જ્યારે કાંક્ષા મોહનીય કર્મના વેદનમાં વિભિન્ન વિચારધારાઓ પ્રતિ એક પ્રકારની આકાંક્ષા હોય છે, તેમાં જિન-પ્રરૂપિત તત્ત્વમાં અશ્રદ્ધા ન હોય પરંતુ વિભિન્ન વિચારધારામાં ચિત્ત ચંચળ બની જાય ત્યારે સમકિત મોહના ઉદયની અપેક્ષાએ પણ તેને કાંક્ષામોહનીયનું વેદન કહી શકાય છે. ક્ષાયોપથમિક સમકિતમાં ચલ, મલ અને અગાઢ દોષ અને અતિચારો શક્ય છે. તેથી સમકિત દૂષિત બને, મલિન બને, પણ સમ્યકત્વનો સર્વથા નાશ થતો નથી.
તેથી સામાન્ય અપેક્ષાએ કાંક્ષા મોહનીય કર્મનો સમાવેશ મોહનીય કર્મની ઉત્તર પ્રકૃતિ દર્શન મોહનીયના એક ભેદ સમ્યકત્વ મોહનીયમાં થઈ શકે છે અને ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ મિથ્યાત્વ મોહનીયમાં તેનો સમાવેશ થાય છે. પ્રસ્તુતમાં મિથ્યાત્વ મોહનીયની પ્રમુખતાએ કાંક્ષામોહનીયનું કથન છે, જે સૂત્રોક્ત ચોવીસે દંડકમાં ઘટિત થાય છે.
છે શતક-૧/૩ સંપૂર્ણ