________________
શતક-૧: ઉદ્દેશક-૩
_
[ ૯૭]
અહીંથી શરૂ કરીને પુરુષાકાર પરાક્રમથી નિર્જરા થાય છે ત્યાં સુધીના આલાપકનું કથન કરવું.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રમણ નિગ્રંથ કાંક્ષા મોહનીય કર્મનું વેદન કેવી રીતે કરે છે? તેનું વિશ્લેષણ છે.
શ્રમણ નિગ્રંથોને કાંક્ષામોહનીય કર્મનું વેદન:- પ્રસ્તુત સૂત્રમાં નિગ્રંથ શબ્દ વ્યવચ્છેદક છે. 'શ્રમણ' શબ્દ પ્રયોગ જૈન, બૌદ્ધ અને આજીવિક સંપ્રદાયના શ્રમણો માટે પણ થાય છે. તેનો વ્યવચ્છેદ કરવા માટે નિગ્રંથ શબ્દ પ્રયોગ છે. તેથી અહીં જૈન શ્રમણોનું જ ગ્રહણ કર્યું છે.
જૈન શ્રમણ-નિગ્રંથો શંકા, કાંક્ષા આદિ દ્વારા કાંક્ષામોહ–મિથ્યાત્વ મોહનું વેદન કરે છે. એક જ વિષયમાં અનેક પ્રકારે નિરૂપણ, અનેક વિકલ્પો, વિતર્કો થવાથી કાંક્ષા આદિ ઉત્પન્ન થાય છે. અહીં શંકા, કાંક્ષા આદિ ઉત્પન્ન થવાના તેર નિમિત્તો કહ્યા છે. તે ભિન્ન ભિન્ન નિમિત્તોથી શ્રમણ નિગ્રંથ કાંક્ષા મોહનીય કર્મનું વેદન કરે છે. તે નિમિત્તાનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) જ્ઞાનાન્તર – જ્ઞાનની વિભિન્નતાઓ. એક જ્ઞાનથી બીજા જ્ઞાનને જ્ઞાનાન્તર કહે છે. જિનેશ્વરે જ્ઞાનના પાંચ ભેદ શા માટે કહ્યાં હશે? અવધિ અને મન:પર્યવજ્ઞાન પૃથક પૃથક શા માટે ? બંને રૂપી પદાર્થને જાણે છે. બંને વિકલ અને અતીન્દ્રિય છે. બંને ક્ષાયોપથમિક છે. તો તેમાં ભેદ શા માટે? આ પ્રકારનો સંદેહ થવો. વિષય, ક્ષેત્ર, સ્વામી આદિ અનેક અપેક્ષાએ બંને જ્ઞાનમાં અંતર હોવા છતાં તે ન સમજતાં શંકા ઉત્પન્ન થાય અને શંકાનું નિવારણ ન થતાં કાંક્ષા, વિચિકિત્સા અને કલુષતા આદિ ઉત્પન્ન થાય છે.
(૨) દર્શનાત્તર :- દર્શનની વિભિન્નતાઓ. દર્શનનો અર્થ છે સમ્યગુદર્શન-સમ્યકત્વ. સમ્યકત્વ એ આત્માનો શુદ્ધ ગુણ છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૧) દેવગુરુ ધર્મની શુદ્ધ શ્રદ્ધા (૨) જીવાદિ પદાર્થોનું જ્ઞાન અને શ્રદ્ધા (૩) જિનાગમ–જિનવાણીની દઢ આસ્થા.
તેના ભેદ પ્રભેદ છે વ્યવહાર સમકિતના ૬૭ બોલ, સમકિત પ્રાપ્તિની દસ અવસ્થાઓ અર્થાત્ નિઃસર્ગ આદિ દસ રુચિ, નિશ્ચય સમકિત, વ્યવહાર સમકિત વગેરે. સમ્યગ્રદર્શનના વિષયો સંબંધી ભેદ પ્રભેદોમાં પ્રચલિત મતમતાંતર કે વિભિન્ન પ્રરૂપણ જોઈને કોઈ શંકિત, કાંક્ષિત વગેરે થાય અને સમાધાન ન મેળવી શકે તો તે દર્શન નિમિત્તક કાંક્ષામોહનું વેદન કરે છે.
અથવા ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, વેદક અને શાસ્વાદન આ પાંચ પ્રકારની સમકિતના લક્ષણ વગેરેના વિષયમાં શંકિત થવું. જેમ કે ઔપશમિક અને ક્ષાયોપથમિક બંને સમ્યકત્વોનું લક્ષણ લગભગ સમાન છે. તો તે બંનેને પૃથક પૃથક્ કહેવાનું પ્રયોજન શું? આ પ્રકારે શંકા ઉત્પન્ન થાય છે. તેનું સમાધાન આ પ્રમાણે છે- ક્ષાયોપથમિક સમ્યકત્વમાં સમ્યકત્વ મોહનીયનો પ્રદેશાનુભવની અપેક્ષાએ ઉદય હોય