________________
૯૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
છે, જ્યારે ઔપથમિક સમ્યકૃત્વમાં પ્રદેશાનુભવ પણ નથી. આ કારણે બંનેમાં ભિન્નતા છે. આ પ્રકારે સમાધાન ન થતાં તે જીવ શંકાદિ દોષોથી દૂષિત થાય છે.
સામાન્ય બોધને દર્શન કહેવાય છે, તે ઈન્દ્રિય અને મનથી થાય છે. તો ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન આ પ્રકારના ભેદના સ્થાને ઈન્દ્રિયદર્શન અને મનોદર્શન આ પ્રકારે ભેદ શા માટે ન કહ્યા? અથવા ઈન્દ્રિયજન્ય અને અનિન્દ્રિયજન્ય બે ભેદ થઈ શકે અથવા શ્રોત દર્શન, રસનાદર્શન, મનોદર્શન આદિ છ ભેદ પણ થઈ શકે. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ પ્રમાણે બે ભેદ કરવાનું શું પ્રયોજન ? આ પ્રકારની શંકા ઉત્પન્ન થાય. સમાધાન:-ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન તે બે ભેદ કરવાના મુખ્ય બે કારણ છે. (૧) ચક્ષુદર્શન વિશેષરૂપથી કથન કરવા માટે અને અચદર્શન સામાન્યથી કથન કરવા માટે છે (૨) ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી છે. શેષ ચાર ઈન્દ્રિય પ્રાણકારી છે. જોકે મન પણ અપ્રાપ્યકારી છે તેમ છતાં મન સર્વ ઈન્દ્રિયોને અનુસરે છે. તે ચાર પ્રાપ્યકારી ઈન્દ્રિયોની સાથે પણ રહે છે અને એક અપ્રાપ્યકારી ઈન્દ્રિય સાથે પણ રહે છે. પ્રાપ્યકારી ઈન્દ્રિયોની અધિકતા હોવાથી મનની ગણના પ્રાપ્યકારી ઈન્દ્રિયો સાથે કરી છે. તેથી ચક્ષુ ઈન્દ્રિયથી થતાં પ્રત્યક્ષ દર્શનને ચક્ષુદર્શન અને શેષ ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થતાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને પ્રકારના દર્શનને અચદર્શન કહે છે.
આ પ્રકારે સમાધાન ન થતાં જીવ શંકાદિ દોષોથી ગ્રસ્ત થાય છે અને કાંક્ષામોહનીયનું વેદન કરે છે. (૩) ચારિત્રાત્તર :- ચારિત્રની વિભિન્નતાઓ. ચારિત્ર વિષયક શંકા થવી. જેમ સામાયિક ચારિત્ર સર્વ સાવધ વિરતિરૂપ છે. છેદોપસ્થાપનીય ચારિત્ર પણ મહાવ્રતરૂપ હોવાથી સાવધ વિરતિરૂપ છે. આમ બંનેમાં સમાનતા પ્રતીત થવા છતાં ભેદ શા માટે? તેનું સમાધાન એ છે કે ચારિત્રના આ બે ભેદ ન કરીએ તો સામાયિક ચારિત્ર ગ્રહણ કરનારના મનમાં કંઈક ભૂલ થતાં જ ગ્લાનિ ઉત્પન્ન થાય કે હું ચારિત્રથી ભ્રષ્ટ થયો. કારણ કે તેની દષ્ટિમાં એક સામાયિક ચારિત્ર જ છે. તેથી પ્રથમ સામાયિક ચારિત્રનો સ્વીકાર કર્યા પછી બીજી વાર મહાવ્રતારોપણ રૂપ છેદોપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ કરાય છે. સામાયિક સંબંધી કંઈક ભૂલ થાય તો તેનાં મહાવ્રત ખંડિત થતાં નથી. તેથી જ પ્રથમ અને અંતિમ તીર્થકરોના ક્રમશઃ ઋજુ, જડ અને વક્રજડ સાધુઓને માટે બંને પ્રકારનાં ચારિત્ર ગ્રહણનું વિધાન સ્પષ્ટ છે. આ પ્રકારના સ્પષ્ટ વિભાજન ન સમજતાં તે જીવ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે. (૪) લિંગાન્તર:-લિંગની વિભિન્નતાઓ. વેષના વિષયમાં શંકા ઉત્પન્ન થવી. મધ્યમાં બાવીસ તીર્થકરોના સાધુઓને માટે વસ્ત્રના રંગ અને પરિમાણનો કોઈ નિયમ નથી. તો પ્રથમ અને અંતિમ તીર્થંકરના સાધુઓ માટે શ્વેત અને પ્રમાણોપેત વસ્ત્ર રાખવાનો નિયમ શા માટે? આ પ્રકારની શંકા કરીને જીવ કાંક્ષા મોહનીય કર્મનું વેદન કરે છે. તેનું સમાધાન પણ એ જ છે કે પ્રથમ તીર્થકરના સાધુ ઋજુ જડ, અંતિમ તીર્થકરના સાધુ વક્રજડ છે. જ્યારે મધ્યમ બાવીસ તીર્થકરના સાધુ ઋજુ પ્રાજ્ઞ છે. આ રીતે સ્વભાવભેદના કારણે તીર્થકરોની આજ્ઞામાં ભિન્નતા છે. મૌલિક સિદ્ધાંતમાં કોઈ ભેદ નથી.