________________
૯૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
કર્મોનું વેદન કરે છે. તર્ક - આ પ્રકારે થશે કે નહીં? આ પ્રકારના વિચાર વિમર્શ અથવા ઉહાપોહને તર્ક કહે છે. સંજ્ઞા - તેના અનેક અર્થ થાય છે. તે મતિજ્ઞાનનો પર્યાયવાચી શબ્દ છે. પ્રત્યભિજ્ઞાનને પણ સંજ્ઞા કહે છે. વૃત્તિકારે તેનો અર્થ અર્થાવગ્રહ કર્યો છે. પ્રજ્ઞા – વિશિષ્ટ જ્ઞાન અથવા બુદ્ધિ. કાંક્ષામોહનીય કર્મ શ્રમણ-નિગ્રંથોમાં - | २१ अत्थि णं भंते ! समणा वि णिग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेति? हता અસ્થિ ..
कहण्णं भंते ! समणा णिग्गंथा कंखामोहणिज्ज कम्मं वेदेति ?
गोयमा ! तेहिं तेहिं कारणेहि-णाणंतरेहिं, सणंतरेहिं, चरितंतरेहिं, लिंगंत- रेहि, पवयणंतरेहिं, पावयणंतरेहिं, कप्पंतरेहिं, मग्गंतरेहिं, मयंतरेहिं, भंगतरेहि, णयंतरेहि,णियमंतरेहिं, पमाणंतरेहिं संकिया, कंखिया, वितिगिच्छिया, भेयसमा- वण्णा, कलससमावण्णा: एवं खल समणा णिग्गंथा कंखामोहणिज्ज कम्मं वेदेति ।
से णूणं भंते ! तमेव सच्चं, णिसंकं जं जिणेहिं पवेइयं? हंता, गोयमा ! तमेव सच्चं, णीसंकं, एवं जावपुरिसक्कारपरक्कमेइ वा।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું શ્રમણ નિગ્રંથો કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે?
ઉત્તર– હા, ગૌતમ ! તે વેદન કરે છે. પ્રશ્ન- હે ભગવન્! શ્રમણ નિગ્રંથો કાંક્ષામોહનીય કર્મનું વેદન કઈ રીતે કરે છે?
ઉત્તર-હે ગૌતમ! તથા પ્રકારના કારણોથી વેદન કરે છે, જેમ કે- જ્ઞાનાંતર, દર્શનાતર, ચારિત્રાતર, લિંગાંતર, પ્રવચનાંતર, પાવચનિકાંતર, કલ્પાંતર, માર્ગોતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર અને પ્રમાણાતર દ્વારા શંકિત, કાંક્ષિત, વિચિકિત્સક, ભેદ સમાપન્ન અને કલુષ સમાપન્ન થઈને શ્રમણ નિગ્રંથો કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! શું તે જ સત્ય છે અને નિઃશંક છે જે જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રરૂપિત છે?
ઉત્તર- હા, ગૌતમ ! તે જ સત્ય છે અને નિઃશંક છે જે જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રરૂપિત છે.