________________
શતક-૧: ઉદ્દેશક-૩
_
[ ૯૫ ]
कहण्णं भंते ! पुढविक्काइया कंखामोहणिज्ज कम्मं वेदेति ?
गोयमा ! तेसिणं जीवाणं णो एवं तक्का इवा, सण्णा इवा, पण्णा इवा, मणे इ वा, वई त्ति वा अम्हे णं कंखामोहणिज्ज कम्मं वेएमो, वेदेति पुण ते । से णूणं भंते ! तमेव सच्चं, णीसंकं जं जिणेहिं पवेइयं ?
सेसं तं चेव जाव पुरिसक्कारपरक्कमेइ वा; एवं जाव चउरिदियाणं। पंचिंदियतिरिक्खजोणिया जाव वेमाणिया जहा ओहिया जीवा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું પૃથ્વીકાયિક જીવ કક્ષામોહનીય કર્મનું વેદન કરે છે?
ઉત્તર– હા, ગૌતમ ! તે વેદન કરે છે. પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ કઈ રીતે કાંક્ષા મોહનીય કર્મનું વેદન કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તે જીવોને' અમે કાંક્ષા મોહનીય કર્મનું વેદન કરીએ છીએ' આ પ્રકારનો તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન અથવા વચન નથી પરંતુ તે તેનું અવશ્ય વેદન કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! શું તે જ સત્ય છે અને નિઃશંક છે જે જિન ભગવંતો દ્વારા પ્રરૂપિત છે?
| ઉત્તર- હા, ગૌતમ ! પૂર્વવતુ જાણવું અર્થાત્ જિનેન્દ્રો દ્વારા જે પ્રરૂપિત છે તે જ સત્ય છે અને નિઃશંક છે, આ રીતે પુરુષાકાર પરાક્રમથી નિર્જરા થાય છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. આ જ રીતે ચૌરેન્દ્રિય જીવો પર્યત જાણવું. જે રીતે સામાન્ય જીવોનું કથન કર્યું, તે જ રીતે પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોથી વૈમાનિક પર્યંતના જીવોમાં જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવોને પણ કાંણામોહનીય કર્મનુંવેદન થાય છે તે સ્પષ્ટ કર્યું છે.
પંચેન્દ્રિય જીવો તો વસ્તુ તત્ત્વમાં શંકા, કાંક્ષા આદિ પાંચ પ્રકારે વેદન કરે છે. પરંતુ પૃથ્વીકાયાદિ જીવોની ચેતના અત્યંત અવિકસિત છે, તેને મનોલબ્ધિ નથી, કોઈ તર્કવિર્તક નથી, આ રીતે બૌદ્ધિક, માનસિક કે વાચિક કોઈ પણ પ્રકારનો વિકાસ નથી, તેવા જીવો પણ કાંક્ષા મોહનીય(મિથ્યાત્વ મોહનીય) કર્મનું વેદન કરે છે. તે જીવો જાણતા નથી કે હું કાંક્ષામોહનીય કર્મનુંવેદન કરું છું છતાં તે વેદન કરે છે. કર્મનું વેદન બે પ્રકારે થાય છે, વ્યક્તવેદન અને અવ્યક્તવેદન. અવિકસિત ચેતનાવાળા જીવો અવ્યક્તરૂપે કર્મોનું વેદન કરે છે. તેથી જ તેના સંદર્ભમાં તમેવ સન્વેસિંગ નિહિં પડ્યું સૂત્ર આપ્યું છે. આવા તર્ક અગોચર, શ્રદ્ધાગમ્ય તત્ત્વ આગમ પ્રમાણથી માન્ય કરવા જોઈએ. વિકસિત ચેતનાવાળા જીવો વ્યક્ત રૂપે