________________
શતક—૧ઃ ઉદ્દેશક ૩
ક્રિયા તે કર્મ છે. બલ– શારીરિક સામર્થ્ય બલ છે. વીર્ય– જીવના ઉત્સાહ અથવા જીવથી ઉત્પન્ન થતી શક્તિને વીર્ય કહે છે. વીર્ય બે પ્રકારનું છે. સકરણવીર્ય અને અકરણવીર્ય.
૯૧
સકરણવીર્ય :– લેશ્યા યુક્ત તથા મન, વચન, કાયારૂપ યોગવાળા જીવનો પરિસ્પંદાત્મક- (ચેષ્ટા યુક્ત) જે વ્યાપાર તે સકરણવીર્ય છે.
અકરણવીર્ય :– લેશ્યા રહિત સર્વજ્ઞ અયોગી કેવળી ભગવાનનો જે અપરિસ્પંદાત્મક, અસ્ખલિત, આત્મ પરિણામ તે અકરણવીર્ય છે. પ્રસ્તુતમાં શરીરનું જનક અકરણવીર્ય નથી પરંતુ સકરણવીર્ય જ છે.
પુરુષાકાર પરાક્રમ – પુરુષત્વનું જે અભિમાન તે પુરુષાકાર અને ઈષ્ટફલ સાધક પુરુષાર્થ તે પરાક્રમ છે અથવા પુરુષના પ્રયત્નને પુરુષાકાર અને શત્રુને પરાજિત કરવા તે પરાક્રમ છે.
કાંક્ષામોહનીયની ઉદીરણા, ઉપશમ આદિ :
१३ से णूणं भंते ! अप्पणा चेव उदीरेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव संवरइ ? हंता गोयमा ! अप्पणा चेव उदीरेइ, एवं तं चेव उच्चारेयव्वं ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! શું જીવ સ્વયં તેની[કાંક્ષા મોહનીય કર્મની] ઉદીરણા કરે છે ? સ્વયં તેની ગર્યા કરે છે ? સ્વયં તેનો સંવર કરે છે ?
ઉત્તર– હા, ગૌતમ ! જીવ સ્વયં તેની ઉદીરણા, ગર્હ અને સંવર કરે છે.
१४ जं णं तं भंते ! अप्पणा चेव उदीरेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव संवरेइ तं किं उदिण्णं उदीरेइ, अणुदिण्णं उदीरेइ, अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, उदयाणंतरपच्छाकडं कम्मं उदीरेइ ?
गोयमा ! णो उदिण्णं उदीरेइ, णो अणुदिण्णं उदीरेइ, अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, जो उदयानंतर पच्छाकडं कम्मं उदीरेइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ સ્વયં તેની ઉદીરણા કરે છે, ગર્હ કરે છે અને સંવર કરે છે તો શું ઉદીર્ણ[ઉદયમાં આવેલા]ની ઉદીરણા કરે છે ? અનુદીર્ણ [ઉદયમાં નહિ આવેલા]ની ઉદીરણા કરે છે ? કે અનુદીર્ણ–ઉદીરણા ભવિક [ઉદયમાં નહિ આવેલા પરંતુ ઉદીરણાને યોગ્ય] કર્મની ઉદીરણા કરે છે ? અથવા ઉદયાન્તર પશ્ચાતકૃત કર્મની ઉદીરણા કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઉદીર્ણની ઉદીરણા કરતા નથી. અનુદીર્ણની ઉદીરણા કરતા નથી. ઉદયાન્તર પશ્ચાતકૃત કર્મની પણ ઉદીરણા કરતા નથી પરંતુ અનુદીર્ણ–ઉદીરણા ભવિક કર્મની ઉદીરણા કરે છે.