________________
[ ૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
પ્રશ્ન- હે ભગવન્! પ્રમાદ શાથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રમાદ યોગથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન! યોગ શાથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! યોગ વીર્યથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવનું વીર્ય શાથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! વીર્ય શરીરથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન્! શરીર શાથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! શરીર જીવથી ઉત્પન્ન થાય છે અને તેમ થવામાં જીવના ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવની સ્વતંત્રતા અને કર્મ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. જીવ પોતાના પરાક્રમથી કર્મબંધ કરે છે. કર્મબંધને નિયતિ સાથે સંબંધ નથી. એકાંત નિયતિવાદના નિષેધથી જીવના જ ઉત્થાન બલ, કર્મ, વીર્ય અને પુરુષકાર પરાક્રમનું પ્રતિપાદન થઈ જાય છે. જૈન દર્શન પુરુષાર્થ પ્રધાન છે. કર્મબંધ જેમ જીવકૃત છે. તે જ રીતે ઉદય, ઉદીરણા, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય આદિ પ્રત્યેક ક્રિયા પણ જીવ–કૃત છે તે સહજ સિદ્ધ થઈ જાય છે.
કર્મબંધનું કારણ :- કર્મબંધના મુખ્ય પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. અહીં પ્રમાદ અને યોગને જ કારણ કહ્યા છે. તેનો આશય એ છે કે મિથ્યાત્વ, અવ્રત અને કષાયનો અંતર્ભાવ પ્રમાદમાં થઈ જાય છે.
પ્રમાદ - આત્માને જે અત્યંત વિમોહિત કરે છે તે પ્રમાદ છે અથવા આત્મભાવનું વિસ્મરણ તે પ્રમાદ છે. વ્યાખ્યા ગ્રંથોમાં તેના પાંચ અને આઠ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મધ, (૨) વિષય, (૩) કષાય, (૪) નિદ્રા (૫) વિકથા. અથવા (૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) મતિભ્રંશ, (૭) ધર્મ પ્રત્યે અનાદર, (૮) યોગોનું દુપ્પણિધાન-દુષ્ટપ્રવૃત્તિ. યોગ:- મન, વચન અને કાયાનો વ્યાપાર વિશેષ. પ્રમાદ અને યોગના નિમિત્તથી કર્મબંધ થાય છે.
શરીરનો કર્તા કોણ? - પ્રસ્તુતમાં શરીરનો કર્તા જીવ કહ્યો છે. તેમાં નામ કર્મ યુક્ત જીવનું ગ્રહણ કર્યું છે. તેથી સિદ્ધ, ઈશ્વર કે નિયતિ આદિના કર્તુત્વનું નિરાકરણ થઈ જાય છે.
ઉત્થાનાદિનું સ્વરૂપ :- (૧) ઉત્થાન– ઉર્વીભવન-ઊભા થવા રૂપ ક્રિયા ઉત્થાન છે. (૨) કર્મજીવની ચેષ્ટા વિશેષ કર્મ છે અથવા ઉલ્લેષણ-ઉપર ફેંકવું, પ્રક્ષેપણ–ચારે બાજુ ફેંકવું તથા ભ્રમણરૂપ