________________
શતક-૧: ઉદ્દેશક-૩
_.
૮૯ ]
પ્રશ્નાત્મક સૂત્રની વૃત્તિકારે ત્રણ વ્યાખ્યા કરી છે. (૧) પ્રત્યે નો અર્થ સ્વશિષ્ય અને ઈઉં નો અર્થ ગૃહસ્થ અને પરાસંડી. આ સૂત્રનું તાત્પર્ય એ છે કે વસ્તુની પ્રરૂપણા આપ પોતાના અને પરાયાના ભેદ રાખ્યા વિના સ્વ–પરજનો માટે સમાનરૂપે કરો છો?
(૨) પલ્થ = સ્વાત્મા અને રંક પરાત્મા. તેનો આશય એ છે કે આપને પોતાનામાં સ્વાત્મામાં જેમ સુખપ્રિયતા આદિ ધર્મો ગમનીય છે તે જ રીતે શું પરાત્મામાં પણ ગમનીય છે–અભીષ્ટ છે?
(૩) પત્થ અને ફ બંને સમાનાર્થક શબ્દ છે. બંનેનો અર્થ છે પ્રત્યક્ષગમ્ય, પ્રત્યક્ષાધિકરણતા. તેનો આશય એ છે કે આપને આપની સેવામાં રહેલા શ્રમણાદિ પ્રત્યક્ષગમ્ય છે, તે જ રીતે ગૃહસ્થાદિ પણ પ્રત્યક્ષગમ્ય છે? સાર એ છે કે વીતરાગ ભગવાન જે રીતે જ્યાં આ સમયે જાણે છે તે જ રીતે અન્યત્ર કોઈ પણ સમયે જાણે છે અને પ્રરૂપણા કરે છે. ક્ષેત્ર, કાલ કે વ્યક્તિના પરિવર્તનથી તેઓના જ્ઞાનમાં કે પ્રરૂપણામાં પરિવર્તન થતું નથી.
ભગવાને તેનો ઉત્તર આપ્યો કે સ્વશિષ્ય હોય કે ગૃહસ્થાદિ હોય પરંતુ પ્રરૂપણા સર્વને માટે સમાન જ હોય છે. કાંક્ષામોહનીય કર્મબંધના કારણો - | १२ जीवा णं भंते ! कंखामोहणिज्जं कम्मं बंधति ? हंता गोयमा ! बंधति ।
कहणं भंते ! जीवा कंखामोहणिज्ज कम्मं बंधति ? गोयमा! पमादपच्चया, जोगणिमित्तं च ।
से णं भंते ! पमाए किंपवहे ? गोयमा! जोगप्पवहे । से णं भंते! जोए किंपवहे ? गोयमा ! वीरियप्पवहे । से णं भंते ! वीरिए किंपवहे? गोयमा ! सरीरप्पवहे ।
से णं भंते ! सरीरे किंपवहे ? गोयमा ! जीवप्पवहे । एवं सति अत्थि उठाणेइ वा, कम्मेइ वा, बलेइ वा, वीरिएइ वा, पुरिसक्कारपरिक्कमेइ वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ કાંક્ષા મોહનીય કર્મ બાંધે છે? ઉત્તર-હા ગૌતમ! બાંધે છે.
પ્રશ્ન- હે ભગવન્! જીવ કાંક્ષા મોહનીય કર્મ કેવી રીતે બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! જીવ પ્રમાદના કારણે અને યોગના નિમિત્તથી કાંક્ષા મોહનીય કર્મ બાંધે છે.