________________
[ ૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
પણ હોય અને પ્રાયોગિક પણ હોય છે.
નાસ્તિત્વનો અર્થ છે અસતુ, અવિદ્યમાનતા, અત્યંતાભાવ. નાસ્તિત્વ એ પણ દ્રવ્યનો–વસ્તુનો ધર્મ છે, ગુણ છે. નાસ્તિત્વ પણ વસ્તુનું સ્વરૂપ છે અને તે સ્વાભાવિક હોય છે. જેમ કે ઘટનું પટ, પેન, પુસ્તકાદિ રૂપ ન હોવું, તે સ્વાભાવિક છે. તેમજ જીવમાં અજીવનું નાસ્તિત્વ પણ સ્વાભાવિક છે.
વસ્તુની પર્યાયના નાશથી પણ વસ્તુ નાસ્તિત્વને પ્રાપ્ત કરે છે. આ રીતે વ્યય પ્રાપ્ત નાસ્તિત્વ સ્વાભાવિક પણ હોય છે અને પ્રાયોગિક પણ હોય. સફેદ વાદળું કાળું બની જાય ત્યારે સફેદ વાદળનો નાશ થાય છે. આ સફેદ પર્યાયના નાશથી પ્રાપ્ત મેઘનું નાસ્તિત્વ સ્વાભાવિક કહેવાય છે. માટીનો પિંડ કુંભારના પ્રયોગથી નાશ પામે અને ઘટ ઉત્પન્ન થાય ત્યારે માટીપિંડનું નાસ્તિત્વ પ્રાયોગિક કહેવાય.
તે વસ્તુનું ગુણાત્મક નાસ્તિત્વ સ્વાભાવિક છે અને વ્યયજન્ય નાસ્તિત્વ સ્વાભાવિક પણ હોય અને પ્રાયોગિક પણ હોય છે.
અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને ધર્મો પોતાના સ્વરૂપમાં જ પરિણમન પામે છે. અસ્તિત્વ અને નાસ્તિત્વ બને ધર્મોનું સહ અસ્તિત્વ - પ્રત્યેક પદાર્થ અનંત ધર્માત્મક છે. પરસ્પર વિરોધી પ્રતીત થતા અનંત ધર્મો અપેક્ષાભેદથી એક જ પદાર્થમાં રહી શકે છે.
જે રીતે ઘટમાં સ્વરૂપની અપેક્ષાએ અર્થાતુ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધર્મ છે. તે જ રીતે, તે જ સમયે ઘટમાં પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ નાસ્તિત્વ ધર્મ છે. ઘટ તે પટ રૂપે નથી. ઘટની ઘટરૂપે સિદ્ધિ ત્યારે જ થાય, જ્યારે તેમાં ઘટ સિવાયના અન્ય સમસ્ત પદાર્થની અપેક્ષાએ નાસ્તિત્વ સિદ્ધ થાય. ઘટ કે પટરૂપે નથી. તેથી ઘટ-ઘટરૂપે છે. આ રીતે પદાર્થમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને ધર્મો સાથે રહે છે અને નાસ્તિત્વ ધર્મથી જ અસ્તિત્વ ધર્મની સિદ્ધિ થાય છે.
પદાર્થનું પરિણમન :- ભારતીય દર્શનમાં ઈશ્વરવાદ અને અનીશ્વરવાદ, આ બે ધારણાઓ પ્રચલિત છે. ઈશ્વરવાદી પદાર્થના અસ્તિત્વ, નાસ્તિત્વ, ઉત્પાદુ, વ્યય આદિને ઈશ્વરજન્ય માને છે. જૈનદર્શન પદાર્થના અસ્તિત્વ આદિ કોઈ પણ ધર્મ સાથે ઈશ્વરનો સંબંધ સ્વીકારતું નથી. જૈન દર્શન અનુસાર પદાર્થનું પરિણમન પ્રાણીના પ્રયત્નથી અથવા પ્રાણીના પ્રયત્ન વિના સ્વાભાવિક પણ થાય છે. તે માટે વાદળા અને ઘટના દષ્ટાંતથી ઉપર સમજાવ્યું છે.
જે પરિણમન પ્રાણીના પ્રયત્નથી થાય તેને પ્રાયોગિક કહેવાય છે અને પ્રયત્ન વિના થાય તેને સ્વાભાવિક કહેવાય છે. પરંતુ કોઈ પણ પ્રકારના પરિણમનમાં ઈશ્વરનો સંબંધ નથી હોતો. જે રીતે ઉત્પાદરૂપ પર્યાય પ્રાયોગિક અને સ્વાભાવિક બંને પ્રકારે છે. તે જ રીતે વિનાશરૂપ પર્યાય પણ બને પ્રકારની છે. પાણીને બરફ રૂપે જમાવવું તે પ્રાયોગિક છે પરંતુ સમય વ્યતીત થતાં તે જ બરફનું ઓગળીને પાણી રૂપે પરિણત થવું તે સ્વાભાવિક છે. ગમનીય૩૫ પ્રશ્નનો આશય :- ગમનીયનો અર્થ છે– પ્રરૂપણા કરવા યોગ્ય પ્રત્યે અને ૬ સબંધી