________________
શતક-૧: ઉદ્દેશક-૩
_
નાસ્તિત્વ; નાસ્તિત્વમાં પરિણત થાય છે અને જે રીતે નાસ્તિત્વ; નાસ્તિત્વમાં પરિણત થાય છે તે જ રીતે અસ્તિત્વ; અસ્તિત્વમાં પરિણત થાય છે. १० से णूणं भंते ! अत्थित्तं अत्थित्ते गमणिज्जं?
जहा परिणमइ दो आलावगा, तहा गमणिज्जेण वि दो आलावगा भाणियव्वा जाव तहा मे अत्थित्तं अत्थित्ते गमणिज्ज । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું અસ્તિત્વ, અસ્તિત્વમાં ગમનીય છે?
ઉત્તર- હા, ગૌતમ! જે રીતે પરિણત થાય છે તે પદના આલાપક કહ્યા છે. તે જ રીતે 'ગમનીય' પદની સાથે પણ બે આલાપક ત્યાં સુધી કહેવા જોઈએ કે મારા મતે અસ્તિત્વ; અસ્તિત્વમાં ગમનીયપ્રરૂપણા કરવા યોગ્ય છે. |११ जहा ते भंते ! एत्थं गमणिज्ज, तहा ते इहं गमणिज्ज, जहा ते इहं गमणिज्ज, तहा ते एत्थं गमणिज्ज ?
हंता गोयमा ! जहा मे एत्थं गमणिज्जं जाव तहा मे एत्थं गमणिज्ज । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જેમ આપના મતમાં (જ્ઞાનમાં)અહીં વસ્તુ સ્વાત્મામાં ગમનીય છે તેમ ત્યાં [પરાત્મામાં પણ વસ્તુ ગમનીય છે? જેમ પરાત્મામાં ગમનીય છે તેમ સ્વાત્મામાં પણ ગમનીય છે ?
ઉત્તર- હા ગૌતમ! જેમ મારા મતમાં (જ્ઞાનમાં)વસ્તુ સ્વાત્મામાં ગમનીય છે, તે જ રીતે પરાત્મામાં પણ વસ્તુ ગમનીય છે અને જેમ પરાત્મામાં ગમનીય છે, તેમ સ્વાત્મામાં ગમનીય છે અથવા જે રીતે જ્યાં આ સમયે પ્રરૂપણા કરું છું તે રીતે આ લોકમાં અન્યત્ર અન્ય સમયે પણ પ્રરૂપણા કરું છું.
વિવેચન :
અસ્તિત્વ-નાસ્તિત્વ:- અસ્તિત્વનો અર્થ છે સત્—સત્તા, હોવાપણું. અસ્તિત્વને પ્રત્યેક વસ્તુનો સામાન્ય ગુણધર્મ છે, અસ્તિત્વ તે વસ્તુનું સ્વરૂપ છે અને તે સ્વાભાવિક જ હોય છે. જેમ કે જીવનું જીવપણું સ્વાભાવિક છે. પરંતુ વસ્તુનું ઉત્પાદથી પ્રાપ્ત અસ્તિત્વ સ્વાભાવિક પણ હોય અને પ્રાયોગિક પણ હોય છે. કેટલીક પર્યાયો જીવના પ્રયત્ન વિના સ્વભાવથી જ ઉત્પન્ન થતી હોય છે, જેમ કે આકાશમાં મેઘધનુષ્ય ઉત્પન્ન થાય. મેઘધનુષ્ય જે અસ્તિત્વને પ્રાપ્ત કરે, તે સ્વાભાવિક હોય છે અને માટીમાંથી ઘટ બનાવવામાં આવે, ઘટ ઉત્પન્ન થાય અને અસ્તિત્વને પ્રાપ્ત કરે; તે ઘટનું અસ્તિત્વ પ્રાયોગિક છે. કુંભાર આદિના પ્રયોગથી ઘટ પર્યાય ઉત્પન્ન થઈ છે.
આ રીતે વસ્તુનું ગુણાત્મક અસ્તિત્વ સ્વાભાવિક છે અને વસ્તુનું ઉત્પાદજન્ય અસ્તિત્વ સ્વાભાવિક