________________
a
શ્રી ભગવતી સૂત્ર–૧
સૂત્રના આલંબને શ્રદ્ધાને પુષ્ટ કરે છે અને કાંક્ષા મોહથી મુક્ત થાય છે.
બિગેËિ :- 'જિનેશ્વર' કોઈ વ્યક્તિ વિશેષનું નામ નથી. તે એક પદવી છે. તે ગુણવાચક શબ્દ છે. જેણે પ્રકૃષ્ટ સાધના દ્વારા અનાદિકાલીન રાગદ્વેષ, અજ્ઞાન, કષાય આદિ સમસ્ત આત્મિક વિકારો અથવા મિથ્યા ભાષણના કારણો પર વિજય પ્રાપ્ત કર્યો છે, તે મહાપુરુષને જિનેશ્વર કહેવાય છે. આવા વીતરાગ સર્વજ્ઞ પુરુષોનાં વચનોમાં કોઈ પણ પ્રકારના સંદેહને અવકાશ નથી.
અસ્તિત્વ-નાસ્તિત્વ પરિણમન :
७ से णू भंते ! अत्थित्तं अत्थित्ते परिणमइ, णत्थित्तं णत्थित्ते परिणमइ ? हंता गोयमा ! जाव परिणमइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણત થાય છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણત થાય છે ?
ઉત્તર– હા, ગૌતમ ! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણત થાય છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણત
થાય છે.
८ जं णं भंते ! अत्थित्तं अत्थित्ते परिणमइ, णत्थित्तं णत्थित्ते परिणमइ; તેં જિ પયોસા, વીલસા ? શોયમા ! પયોગસા વિ તેં, વીસલા વિ તા ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણત થાય છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણત થાય છે, તો શું તે પ્રયોગ–જીવના વ્યાપારથી પરિણત થાય છે કે સ્વભાવ–વિસસાથી પરિણત થાય છે ?
ઉત્તર– ગૌતમ ! તે પ્રયોગથી પણ પરિણત થાય છે અને સ્વભાવથી પણ પરિણત થાય છે. ९ जहा ते भंते ! अत्थित्तं अत्थित्ते परिणमइ, तहा ते णत्थित्तं णत्थित्ते परिणमइ ? जहा ते णत्थित्तं णत्थित्ते परिणमइ, तहा ते अत्थित्तं अत्थित्ते परिणमइ ?
हंता गोयमा ! जहा मे अत्थित्तं अत्थित्ते परिणमइ, तहा मे णत्थित्तं णत्थित्ते परिणमइ । जहा मे णत्थित्तं णत्थित्ते परिणमइ, तहा मे अत्थित्तं अत्थित्ते परिणमइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે રીતે અસ્તિત્વ, અસ્તિત્વમાં પરિણત થાય છે તે જ રીતે નાસ્તિત્વ, નાસ્તિત્વમાં પરિણત થાય છે ? અને જે રીતે નાસ્તિત્વ, નાસ્તિત્વમાં પરિણત થાય છે તે જ રીતે અસ્તિત્વ, અસ્તિત્વમાં પરિણત થાય છે ?
ઉત્તર– હા ગૌતમ, મારા જ્ઞાનમાં જે રીતે અસ્તિત્વ; અસ્તિત્વમાં પરિણત થાય છે, તે જ રીતે