________________
| શતક–૧ઃ ઉદ્દેશક-૩
૮૫ |
(૫) કલુષ સમાપન્નતા – જિનેશ્વર ભગવાને જે વસ્તુ જે રીતે પ્રતિપાદિત કરી છે, તેનો તે રૂપમાં નિશ્ચય ન કરવો, વિપરીત બુદ્ધિ રાખવી અથવા વિપરીત રૂપે સમજવું તે કલુષ સમાપન્નતા છે.
આ પાંચ પ્રકારની આત્મપરિણતિ દ્વારા જીવ કાંક્ષા મોહનીય એટલે કે મિથ્યાત્વ મોહનીયનું વેદન કરે છે. આ પ્રકારની આત્મપરિણતિ થવામાં અનેક નિમિત્ત કારણો છે. શાસ્ત્રકારે સુત્ર ૨૧ માં તેર કારણો દર્શાવ્યા છે.
દટશ્રદ્ધાથી આરાધના :|६ से णूणं भंते ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं ।
हंता गोयमा ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं ।
से णूणं भंते ! एवं मणं धारेमाणे एवं पकरेमाणे एवं चिट्ठमाणे, एवं संवरेमाणे आणाए आराहए भवइ ?
हंता गोयमा ! एवं मणं धारेमाणे जाव आराहए भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જિનેશ્વરોએ નિરૂપિત કર્યું છે તે જ સત્ય છે? અને તે જ નિઃશંક
ઉત્તર- હા ગૌતમ ! તે જ સત્ય છે અને તે જ નિઃશંક છે, જે જિનેશ્વરો દ્વારા પ્રરૂપિત છે.
પ્રશ્ન- હે ભગવન્! એતે જ સત્ય છે, તે જ નિઃશંક છે, જે જિનેશ્વરો દ્વારા નિરૂપિત છે] પ્રમાણે મનમાં ધારણા કરતા, તે જ પ્રમાણે આચરણ કરતા, તે જ પ્રમાણે કથન કરતાં, તે જ પ્રમાણે સંવર કરતાં જીવ શું આજ્ઞાના આરાધક થાય છે?
ઉત્તર- હા, ગૌતમ ! તે જ પ્રમાણે મનમાં ધારણા–નિશ્ચય આદિ કરતા જીવ આજ્ઞાના આરાધક
થાય છે.
વિવેચન :
આ સૂત્રમાં કાંક્ષા મોહનીય-કર્મમુક્તિનો ઉપાય દર્શાવ્યો છે અર્થાત્ છદ્મસ્થતાના કારણે કદાચિતુ સાધકને કાંક્ષા મોહનીય કર્મનો ઉદય થઈ જાય, તો તેનાથી મુક્ત કઈ રીતે થવું? શાસ્ત્રકારે તેનો ઉપાય પ્રદર્શિત કર્યો છે.
તેનો સરળ અને સચોટ ઉપાય છે શ્રદ્ધા. તેના માટેનું સૂત્ર છે કે તમેવ સર્વ નિર્દ પડ્યું . જે જિનેશ્વરે પ્રરૂપ્યું છે, તે જ સત્ય છે, જગતના કેટલાક પદાર્થો અતીન્દ્રિય હોય, અમૂર્ત હોય, કે અહેસુગમ્ય હોય, તેવા પદાર્થોને તર્ક કે બુદ્ધિથી ન સમજતાં શ્રદ્ધાથી સ્વીકારવાના હોય છે. સાધક આ