________________
શ્રી ભગવતી સૂત્ર-૧
ઉપચય કહેવાય છે. ઉદીરણા, વેદના અને નિર્જરાનું સ્વરૂપ પહેલા સમજાવ્યું છે. ઉદીરણા આદિમાં ત્રણ પ્રકારના કાલનું ગ્રહણ કર્યું છે, કારણ કે ઉદીરણા આદિ ચિરકાલ પર્યત રહેતી નથી. તેથી તેમાં સામાન્યકાલ વિષયક પ્રશ્ન નથી.
કાંક્ષામોહનીય કર્મવેદન :| ४ जीवा णं भंते ! कंखामोहणिज्जं कम्मं वेदेति ? हंता गोयमा ! वेदेति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે ?
ઉત્તર- હા, ગૌતમ! વેદન કરે છે. | ५ कहण्णं भंते ! जीवा कंखामोहणिज्ज कम्मं वेदेति ?
गोयमा ! तेहिं तेहिं कारणेहिं संकिया, कंखिया वितिगिच्छिया, भेदसमावण्णा, कलुससमावण्णा, एवं खलु जीवा कंखामोहणिज्ज कम्मं वेदेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ કાંણામોહનીય કર્મને કઈ રીતે વેદે છે?
- ઉત્તર- હે ગૌતમ! તે તે કારણોથી શંકાયુક્ત, કાંસાયુક્ત, વિચિકિત્સાયુક્ત, ભેદ સમાપન્ન એવું કલુષસમાપન્ન થઈને જીવ કાંક્ષામોહનીય એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનું વેદન કરે છે.
વિવેચન :
પ્રસ્તુતમાં કાંક્ષામોહનીય કર્મના વેદનનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વિવિધ કારણોથી કે નિમિત્તોથી જ્યારે જીવ શંકિત, કાંક્ષિત આદિ થાય ત્યારે તે કાંક્ષામોહનીય-મિથ્યાત્વમોહનીયનું વેદન કરે છે. તે શંકા આદિનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) શંકા - વીતરાગ સર્વજ્ઞ પ્રભુએ પોતાના અનંત-જ્ઞાન દર્શનમાં જે તત્ત્વોને જે પ્રકારે જોયા છે, તે જ પ્રકારે નિરૂપિત કર્યા છે. તે તત્ત્વો પર અથવા તેમાંથી કોઈ એક પર શંકા કરવી, કોણ જાણે આ યથાર્થ હશે કે નહિ? આ પ્રકારનો સંદેહ કરવો તે શંકા છે.
(૨) કાલા - એક દેશ અથવા સર્વદેશથી અન્ય દર્શનને ગ્રહણ કરવાની ઈચ્છા કરવી તે કાંક્ષા છે.
(૩) વિચિકિત્સા – તપ, જપ, બ્રહ્મચર્ય આદિના ફળવિષયક સંશય કરવો તે વિચિકિત્સા છે. (૪) ભેદ સમાપતા :- બુદ્ધિમાં તૈધીભાવબુદ્ધિભેદી ઉત્પન્ન થવો અથવા અનધ્યવસાયઅનિશ્ચિતતાને પણ ભેદ સમાપન્નતા કહે છે અથવા શંકા, કાંક્ષા આદિ ઉત્પન્ન થવાથી બુદ્ધિમાં જે વિભ્રમ થાય તે પણ ભેદ સમાપન્નતા છે.