________________
| શતક-૧: ઉદ્દેશક-૩
[ ૮૩ ]
(૫) ર૪ દંડકના જીવોએ કાંક્ષા મોહનીય કર્મ ઉપાર્જન કર્યું છે? તે સર્વથી સર્વકૃત છે? આ જ પ્રમાણે કરે છે? અને કરશે?
(૬) કતના સૈકાલિક આલાપકોની જેમ જ ચિત, ઉપચિત, ઉદીર્ણ, વેદિત અને નિર્જીર્ણ પદના કાંક્ષામોહનીય સંબંધી સૈકાલિક આલાપક કહેવા જોઈએ.
કાંક્ષા - કાંક્ષાનો અર્થ છે અભિલાષા- આકાંક્ષા. સમકિતના પાંચ અતિચારમાં આ બીજો અતિચાર છે. તેનો અર્થ છે સ્વમતમાં ચિત્તની ચંચળતા અને પરમતની અભિલાષા. સમકિતના પાંચ અતિચારોમાં મિથ્યાત્વાભિમુખ થવામાં 'કાંક્ષામુખ્ય દ્વાર છે. કારણ કે શંકા અથવા અન્યમતના પરિચય આદિથી
જ્યારે જીવ સ્વમતની શ્રદ્ધાથી ચલિત થાય અને પરમતની શ્રદ્ધામાં ખેંચાય કે તેની આકાંક્ષાવાળો થાય ત્યારે તેને મિથ્યાત્વનો ઉદય થાય છે.
કાંક્ષા દ્વારા આત્મ–પરિણામોમાં મિથ્યાત્વ મોહનો ભાવ જાગૃત થાય છે તેથી પ્રસ્તુતમાં 'કાંક્ષા' ની સાથે મોહનીય શબ્દ જોડી મિથ્યાત્વ મોહનીયને કાંક્ષામોહનીય કર્મ કહ્યું છે. કાંક્ષા મોહનીય કર્મનું ગ્રહણ કઈ રીતે થાય? – કોઈ પણ કાર્ય ચાર પ્રકારે થાય છે જેમ કે(૧) દેશથી દેશ પોતાના શરીરના એક દેશ–ભાગથી [હાથથી] વસ્ત્રના એક દેશ છેડા]ને ઢાંકવું. (૨) દેશથી સર્વ– શરીરના એક દેશથી સંપૂર્ણ વસ્ત્રને ઢાંકવું (૩) સર્વથી દેશ- સંપૂર્ણ શરીરથી વસ્ત્રના એક દેશને ઢાંકવું. (૪) સર્વથી સર્વ– સંપૂર્ણ શરીરથી સંપૂર્ણ વસ્ત્રને ઢાંકવું.
કર્મ ગ્રહણના પ્રસંગમાં પણ આ ચાર વિકલ્પ છે. સમસ્ત આત્મ પ્રદેશને સર્વ અને તેના એક ભાગને દેશ કહેવાય, તે જ રીતે એક સમયમાં ગ્રહણ કરાતા કર્મદલિકોના જથ્થાને સર્વ અને તેના એક ભાગને દેશ કહેવાય છે. કર્મ ગ્રહણના પ્રસંગમાં ચોથો વિકલ્પ સંગત છે. આત્મા સર્વ આત્મપ્રદેશોથી એક સમયમાં ગ્રહણ કરાતા સમસ્ત કર્મલિકોને ગ્રહણ કરે છે. કર્મ ગ્રહણની જેમ આત્મા પોતાની પ્રત્યેક ક્રિયા સર્વ આત્મ પ્રદેશથી જ કરે છે કારણ કે આત્મા એક અખંડ દ્રવ્ય છે. તેથી પૂર્વના ત્રણ વિકલ્પ દેશથી દેશ, દેશથી સર્વ કે સર્વથી દેશ ઘટી શકતા નથી.
આત્માની કર્મબંધની ક્રિયા કર્મબંધના કારણોના આધારે સૈકાલિક થયા જ કરે છે. તે જ રીતે ચય, ઉપચય, ઉદીરણા, વેદના અને નિર્જરા સંબંધી પણ ત્રણ ત્રણ આલાપક થાય છે. ચય – સંકલેશમય પરિણામોથી પૂર્વોપાર્જિત કર્મોના પ્રદેશ અને અનુભાગમાં વૃદ્ધિ કરવી તે 'ચય' છે. ઉપચય – તેમાં વારંવાર વૃદ્ધિ કરવી તે ઉપરાય છે.
કોઈક આચાર્યના મતે કર્મ પુદ્ગલોનું ગ્રહણ કરવું તે ચય અને અબાધાકાલ પૂર્ણ થયા પછી કર્મ પુદ્ગલોના વેદન માટે નિષેચન(કર્મ પુદગલોનું વર્ગીકરણ) કરવું, ઉદયાવલિકામાં સ્થાપિત કરવા તેને