________________
શ્રી ભગવતી સૂત્ર–૧
एएणं अभिलावेणं दंडओ भाणियव्वो जाव वेमाणियाणं । एवं करेंति, एत्थ वि दंडओ जाव वेमाणियाणं । एवं करिस्संति एत्थ वि दंडओ जाव જેમાખિયાળ વ વિદ્, વિજિંતુ, વિગતિ, વિખિસ્સુંત્તિ; વિષ્ણુ, વિિપંતુ, વિખંતિ, વનાિળિસ્કૃતિ, વીસુ, વીરતિ, વીરિસ્કૃતિ, વેસુ, વેર્વેતિ, વેવિસ્તૃતિ; બિખ્તરેંસુ, શિન્નતિ, બિજ્ઞક્ષિતિ ગાTT
૮૨
कडचिया उवचिया, उदीरिया वेइया य णिज्जिण्णा । आदितिए चउभेदा, तियभेया पच्छिमा तिण्णि ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવોએ કાંક્ષા મોહનીય કર્મ ઉપાર્જન કર્યું છે ?
ઉત્તર– હા ગૌતમ ! કર્યું છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તે દેશથી દેશમૃત છે ? ઈત્યાદિ પૂર્વોક્ત પ્રશ્ન વૈમાનિકના દંડક પર્યંત કરવા
જોઈએ
ઉત્તર– આ જ અભિલાપથી વૈમાનિક પર્યંતના ૨૪ દંડકમાં કથન કરવું જોઈએ. તે જ પ્રમાણે કર્યું, કરે છે, કરશે. આ આલાપક પણ વૈમાનિક પર્યંતના ૨૪ દંડકમાં કહેવા. તે જ પ્રમાણે ચય કર્યું, ચય કરે છે અને ચય કરશે; ઉપચિત કર્યું, ઉપચિત કરે છે, ઉપચિત કરશે; ઉદીરણા કરી; ઉદીરણા કરે છે, ઉદીરણા કરશે; વેદન કર્યું, વેદન કરે છે, વેદન કરશે; નિર્જરા કરી, નિર્જરા કરે છે, નિર્જરા કરશે. આ સર્વ પદોનું કથન ૨૪ દંડકોમાં પૂર્વવત્ કરવું જોઈએ.
ગાથાર્થ– કૃત, ચિત, ઉપચિત, ઉદીર્ણ, વેદિત, નિર્જીર્ણ વગેરે અભિલાપોનું કથન કરવાનું છે. તેમાંથી કૃત, ચિત અને ઉપચિતમાં, સામાન્ય ક્રિયા, ભૂતકાલની ક્રિયા, વર્તમાનકાલની ક્રિયા અને ભવિષ્યકાલની ક્રિયા તેમ ચાર ક્રિયાનું કથન છે. અંતિમ ત્રણ પદમાં ત્રણકાલની ક્રિયાનું જ કથન છે, સામાન્ય ક્રિયાનું કથન નથી.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રમાં કાંક્ષા મોહનીય કર્મના સંબંધમાં વિભિન્ન દષ્ટિકોણથી વિચારણા કરી છે. પ્રશ્નોત્તરનો ક્રમ આ પ્રમાણે છે.
(૧) શું કાંક્ષા મોહનીય કર્મ જીવો દ્વારા કૃત છે ?
(૨) જો કૃત હોય તો દેશથી દેશકૃત, દેશથી સર્વકૃત, સર્વથી દેશકૃત છે કે સર્વથી સર્વકૃત છે ?
(૩) ૨૪ દંડકોના જીવો દ્વારા કૃત છે ? કૃત છે તો દેશથી દેશમૃત છે ? ઈત્યાદિ
(૪) શું જીવોએ કાંક્ષા મોહનીય કર્મનું ઉપાર્જન કર્યું છે ?