________________
| શતક-૧ઃ ઉદ્દેશક-૩
[ ૭૯]
શતક-૧ : ઉદ્દેશક-૩ OROR OCR સંક્ષિપ્ત સાર છCROROR
આ ઉદ્દેશકમાં મુખ્યતયા કાંક્ષામોહનીય કર્મનું જ વિસ્તૃત વિવેચન છે. કાંક્ષામોહનીય કર્મ બંધના કારણો, તેની બંધ પ્રક્રિયા, તેનો ચય, ઉપચય આદિ, તેના વેદનના પ્રકાર, વેદનના ભિન્ન ભિન્ન નિમિત્તો, ૨૪ દંડકના જીવોમાં વિશેષતયા શ્રમણનિગ્રંથોમાં તેના અસ્તિત્વનું અને તેના ક્ષયના ઉપાયનું કથન કર્યું છે.
* કાંક્ષા મોહનીય– કાંક્ષા એટલે અન્ય દર્શનની અભિલાષા. તે સમકિતનો અતિચાર છે પરંતુ અહીં કાંક્ષામોહનીય શબ્દપ્રયોગ મિથ્યાત્વમોહનીયના પર્યાય અર્થમાં પ્રયુક્ત છે.
* કાંક્ષા મોહનીય કર્મનો બંધ સર્વથી સર્વ થાય છે અર્થાત્ સમસ્ત આત્મપ્રદેશથી એક સમયમાં ગ્રહણ કરવા યોગ્ય સમસ્ત કર્મદલિકોને જીવ એક સાથે ગ્રહણ કરે છે અને તેનો બંધ પણ સમસ્ત આત્મપ્રદેશોમાં થાય છે. આત્મા એક અખંડ દ્રવ્ય છે. તેથી તેની કોઈ પણ ક્રિયા સર્વાત્મપ્રદેશથી, સર્વાત્મપ્રદેશમાં જ થાય છે. * બંધની પ્રક્રિયા જીવના ઉત્થાન, બલ, કર્મ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ રૂપ પ્રયત્નથી થાય છે. બંધની જેમ ચય, ઉપચય, ઉદીરણા, વેદના, નિર્જરા આદિ પણ જીવના ઉત્થાનાદિ દ્વારા સર્વાત્મપ્રદેશથી થાય છે. બંધ આદિ પ્રત્યેકના સૈકાલિક આલાપક થાય છે. * જીવ અનુદીર્ણ—ઉદીરણાભવિક કર્મની ઉદીરણા કરે છે. અનુદીર્ણ કર્મોનો ઉપશમ કરે છે. ઉદીર્ણ કર્મનું વેદન કરે છે અને ઉદયાત્તર પશ્ચાતુકત કર્મની નિર્જરા કરે છે. તે જીવના ઉત્થાનાદિ દ્વારા કરે છે. * કાંક્ષામોહનીય કર્મનો બંધ પ્રમાદ અને યોગથી થાય છે. પ્રમાદ યોગથી ઉત્પન્ન થાય, યોગ વીર્યથી, વીર્ય શરીરથી અને શરીર જીવથી અને જીવ ઉત્થાનાદિ દ્વારા આ સર્વ ક્રિયા કરે છે. તેથી જીવના ઉત્થાનાદિની સહજ સિદ્ધિ થઈ જાય છે. * કાંક્ષામોહનીય કર્મનું વદન શંકા, કાંક્ષા, વિચિકિત્સા, ભેદ સમાપન્નતા અને કલુષિતતા તે પાંચ પ્રકારે થાય છે.
* ૨૪ દંડકોના જીવોને કાંક્ષામોહનીય કર્મનો બંધાદિ સૈકાલિક હોય છે. શ્રમણ નિગ્રંથો શ્રદ્ધાવાન હોવા છતાં ૧૩ પ્રકારના નિમિત્તથી ચંચળ બની જાય તો કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે.
જ્ઞાનાતર, દર્શનાતર, ચારિત્રાતર, લિંગાંતર, પ્રવચનાંતર, પ્રાવાચનિકાંતર, કલ્પાંતર, માર્ગોતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર, પ્રમાણાંતર. ઉપરોક્ત નિમિત્તથી તેનું ક્ષાયોપથમિક સમ્યકત્વ