________________
[ ૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
મલિન બને છે.
પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવો- જે અવિકસિત કે અલ્પવિકસિત ચેતનાવાળા છે, તે જીવો અવ્યક્તપણે અને પંચેન્દ્રિય જીવો વ્યક્તપણે કાંક્ષામોહનીય કર્મોનું વેદન કરે છે. * કાંક્ષામોહનીય કર્મના નાશનો સચોટ ઉપાય છે શ્રદ્ધા. જે પદાર્થો કે વિષયો, તર્કગમ્ય, બુદ્ધિગમ્ય, ઈન્દ્રિયગમ્ય કે છદ્મસ્થગમ્ય ન હોય તેવા વિષયમાં તનેન સવૅ fણાં ન નિહં પડ્યું | જિનેશ્વરે જે પ્રરૂપ્યું છે તે જ સત્ય છે. આ પ્રકારની દઢ શ્રદ્ધા રાખવાથી કાંક્ષામોહનીય કર્મનો નાશ થાય છે અને દઢ શ્રદ્ધાપૂર્વક આરાધના કરનાર જીવ આરાધક બને છે. સાધક કોઈપણ નિમિત્ત સમયે શ્રદ્ધાને દઢ ન રાખે તો ક્રમશઃ તે સમ્યગુદર્શનનું વમન કરી, મિથ્યાત્વી બની જાય છે.
* પદાર્થોનું અસ્તિત્વ અને નાસ્તિત્વ પોતાના સ્વભાવમાં જ રહે છે અને પોતાના સ્વભાવમાં જ પરિણમે છે. પદાર્થોનું અસ્તિત્વ= સત્તા અને નાસ્તિત્વ-અસતુપણું સ્વાભાવિક જ હોય છે અથવા અસ્તિત્વ = ઉત્પાદ પર્યાય અને નાસ્તિત્વ = વિનાશ પર્યાય. તે સ્વાભાવિક અને પ્રાયોગિક બંને પ્રકારે હોય છે. જેમ મેઘધનુષ્ય, વાદળા આદિનું અસ્તિત્વ અને તેમાં થતું પરિવર્તન સ્વાભાવિક છે. જ્યારે માટીમાંથી ઘટનો ઉત્પાદ અને ઘટનો નાશ તે પ્રાયોગિક છે. * અસ્તિત્વ અને નાસ્તિત્વ પોતાના સ્વરૂપમાં જ ગમનીય-પ્રરૂપણા કરવા યોગ્ય છે. વીતરાગ સર્વજ્ઞ જે પદાર્થને વર્તમાને જે રીતે જાણે છે, તે જ રીતે સર્વત્ર અને સર્વદા જાણે છે, ક્ષેત્ર-કાલના ભેદથી કેવળીના જ્ઞાનમાં પરિવર્તન થતું નથી. તેમનું જ્ઞાન અને પ્રરૂપણા સર્વથા સમાન જ હોય છે.
આ રીતે સાધકની શ્રદ્ધાને દઢત્તમ બનાવતો આ ઉદેશક પૂર્ણ થાય છે.