________________
૭૮
શ્રી ભગવતી સૂત્ર–૧
બંધ કરે છે.
તિર્યંચાયુ અને મનુષ્યાયુમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો બંધ કરે છે. ઉત્કૃષ્ટ આયુષ્ય બંધ યુગલિક તિર્યંચાયુ અને યુગલિક મનુષ્યાયુની અપેક્ષાએ સમજવો જોઈએ. અલ્પબહુત્વ ઃ– ચારે ગતિનું ઉત્કૃષ્ટ અસંજ્ઞી આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તેમ છતાં અલ્પબહુત્વમાં સર્વથી થોડું અસંજ્ઞી દેવાયુ કહ્યું છે. વ્યાખ્યાકારે તેનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે અસંજ્ઞી દેવાયુ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વનું જ છે. તેથી તે સર્વથી અલ્પ છે. ક્રોડપૂર્વ પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જ છે.
પલ્યોપમના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદ છે. તેથી મનુષ્ય, તિર્યંચ અને નારકોનું અસંશી આયુષ્ય ક્રમથી અસંખ્યગુણું છે. તે દરેક પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
~
|| શતક ૧/ર સંપૂર્ણ ॥