________________
| શતક–૧: ઉદ્દેશક-૨
ઉત્તર- હે ગૌતમ! અસંશી જીવ નરકનું, તિર્યંચ યોનિકનું, મનુષ્યનું અને દેવનું આયુષ્ય પણ ઉપાર્જન કરે છે.
નરકનું આયુષ્ય ઉપાર્જન કરે તો જઘન્ય દસ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું, તિર્યંચયોનિનું આયુષ્ય ઉપાર્જન કરે તો જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું, મનુષ્યનું આયુષ્ય પણ તે જ પ્રમાણે અને દેવનું આયુષ્ય ઉપાર્જન કરે તો નરયિકના આયુષ્ય પ્રમાણે ઉપાર્જન કરે છે. | २९ एयस्स णं भंते ! णेरइयअसण्णिआउयस्स, तिरिक्ख-मणुस्स-देवअसण्णि आउयस्स कयरे कयरेहितो जाव विसेसाहिए वा ?
गोयमा! सव्वत्थोवे देवअसण्णिआउए, मणुस्सअसण्णिआउए असंखेज्जगुणे, तिरिक्खजोणिय असण्णिआउए असंखेज्जगुणे, रइयअसण्णिआउए असंखेज्जगुणे ॥सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારક અસંશી આયુષ્ય, તિર્યંચ અસંજ્ઞી આયુષ્ય, મનુષ્ય-અસંજ્ઞી આયુષ્ય અને દેવ અસંજ્ઞી આયુષ્યમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી અલ્પ દેવ અસંજ્ઞી આયુષ્ય, તેથી મનુષ્ય અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણ, તેથી તિર્યંચ અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણુ અને તેથી નારક અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણુ છે.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રો માં અસંજ્ઞી જીવના આયુષ્યના પ્રકાર તેની સ્થિતિ અને અલ્પબદુત્વનું નિરૂપણ કર્યું છે. અસલી આયષ્યઃ- વર્તમાન ભવમાં જે જીવ વિશિષ્ટ સંજ્ઞાથી તેમજ મનોલબ્ધિથીરહિત છે તેને અસંગી કહે છે. તે જીવ પરલોકને યોગ્ય જે આયુષ્ય બાંધે તેને અસંજ્ઞી આયુષ્ય કહે છે.
અસંશી જીવો દ્વારા આયુષ્યનું ઉપાર્જન અથવા વેદન:- અસંજ્ઞીને મનોલબ્ધિ વિકસિત ન હોવાથી તેને સારા-ખરાબનો વિવેક નથી. પરંતુ તેના આંતરિક અધ્યવસાયથી તે ચારે ગતિનું આયુષ્ય બાંધી શકે છે. અસંશીએ બાંધેલા આયુષ્યને અસંશી આયુષ્ય કહે છે. અસંશી જીવ નરકાયુનો કે દેવાયુનો બંધ કરે તો જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે. તેઓ નરકાયુનો બંધ કરે તો પ્રથમ નરકનો બંધ કરે છે, દેવાયુનો બંધ કરે તો ભવનપતિ કે વાણવ્યતર જાતિની દેવગતિનો