________________
૭
|
શ્રી ભગવતી સૂત્ર-૧
(૪) અવિવેકી લોકોમાં ચમત્કાર બતાવી આજીવિકા ચલાવનાર. આ સર્વે તપ અને ચારિત્રના પ્રભાવે ઉત્કૃષ્ટ બારમાં દેવલોક સુધી જાય છે.
આભિયોગિક :- બીજાને વશ કરવા વિદ્યા-મંત્ર ચૂર્ણ આદિના પ્રયોગને આભિયોગ કહે છે. જે સાધુ વ્યવહારથી સંયમનું પાલન કરતા હોવા છતાં પણ મંત્ર, તંત્ર, યંત્ર, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, ચૂર્ણ આદિના પ્રયોગથી અન્યને આકર્ષિત કરે, વશીભૂત કરે તેને આભિયોગિક કહે છે. તે તપના પ્રભાવે ઉત્કૃષ્ટ બારમા દેવલોક સુધી જાય છે. દર્શન રહિત સ્વલિંગી :- શુદ્ધ સમકિતનો જેનામાં અભાવ છે, સાધ્વાચાર અને સ્વલિંગનો જેનામાં સદ્ભાવ છે. તેવા ભવી કે અભવી જીવ સ્વલિંગી દર્શન વ્યાપત્રક(દર્શન-શ્રદ્ધા રહિત) કહેવાય છે. તે વ્યવહારથી ક્રિયાના વિરાધક હોય તો જઘન્ય ભવનપતિમાં જાય છે અને વ્યવહારથી ક્રિયાના આરાધક હોય તો ઉત્કૃષ્ટ નવરૈવેયક સુધી જાય છે.
અસંજ્ઞી આયુષ્ય :| २७ कइविहे णं भंते ! असण्णिआउए पण्णत्ते ?
गोयमा ! चउव्विहे असण्णिआउए पण्णत्ते, तं जहा- णेरइयअसण्णि आउए तिरिक्ख-मणुस्स-देवअसण्णिआउए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંસીનું આયુષ્ય કેટલા પ્રકારનું કહ્યું છે?
ઉત્તર- હે ગૌતમ! અસંશીનું આયુષ્ય ચાર પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે છે– નૈરયિક અસંશીઆયુષ્ય, તિર્યંચ અસંજ્ઞી આયુષ્ય, મનુષ્ય, અસંજ્ઞી આયુષ્ય અને દેવ અસંજ્ઞી આયુષ્ય.
२८ असण्णी णं भंते ! जीवे किं णेरइयाउयं पकरेइ, तिरिक्ख-मणु- देवाउयं पकरेइ?
हता, गोयमा ! णेरइयाउयं पि पकरेइ, तिरिक्ख-मणुस्स- देवाउयं पि पकरेइ। णेरइयाउयं पकरेमाणे जहण्णेणं दस वाससहस्साई, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेइ । तिरिक्खजोणियाउयं पकरेमाणे जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेइ। मणुस्साउए वि एवं चेव, देवाउयं जहा रइयाउए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંશી જીવ શું નરકનું આયુષ્ય ઉપાર્જન કરે છે? તિર્યંચયોનિકનું આયુષ્ય ઉપાર્જન કરે છે? મનુષ્યનું આયુષ્ય ઉપાર્જન કરે છે? કે દેવનું આયુષ્ય ઉપાર્જન કરે છે?