________________
[ ૬૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
तं जहा- असंजया य, संजयासंजया य, तत्थ णं जे ते संजयासंजया तेसिणं तिण्णि किरियाओ कज्जति, तं जहा- आरंभिया, परिग्गहिया, मायावत्तिया; असंजयाणं चत्तारि, मिच्छादिट्ठीणं पंच, सम्मामिच्छादिट्ठीणं पंच ।। ભાવાર્થ - પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવોના આહારાદિનું કથન પણ નૈરયિકોની સમાન છે. કેવલ ક્રિયામાં ભિન્નતા છે.
પ્રશ્ન- હે ભગવન્! શું સર્વ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવો સમાન ક્રિયાવાળા છે?
ઉત્તર- હે ગૌતમ ! તે કથન શક્ય નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ ત્રણ પ્રકારના છે. સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગુમિથ્યાદષ્ટિ [મિશ્ર દષ્ટિ]. જે સમ્યગુ દષ્ટિ છે તે બે પ્રકારના છે. અસંયત અને સંયતાસંયત. જે સંયતાસંયત છે તેને ત્રણ ક્રિયા- આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા; જે અસંયત છે તેને ચાર ક્રિયાઅપ્રત્યાખ્યાની ક્રિયા સહિત ચાર ક્રિયા અને જે મિથ્યા દષ્ટિ તથા સમ્યગુમિથ્યાદષ્ટિ છે તેને પાંચ ક્રિયા હોય છે.
વિવેચન :
તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં સમારોહાદિનું કથન નૈરયિકોની સમાન છે, ક્રિયામાં ભિન્નતા છે. જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
મનુષ્યમાં સમાહારાદિ :१६ मणुस्सा जहा णेरइया, णाणत्तं- जे महासरीरा ते बहुतराए पोग्गले आहारेंति, ते आहच्च आहारेति । जे अप्पसरीरा ते अप्पतराए पोग्गले आहरेति, अभिक्खणं आहारेति । सेसं जहा णेरइयाणं जाव वेयणा । ભાવાર્થ :- મનુષ્યોના આહારાદિ સંબંધિત નિરૂપણ નરયિકોની સમાન જાણવું, ભિન્નતા એ છે કે જે મહાશરીરી છે તે ઘણા પુદ્ગલોનો આહાર કરે છે અને કદાચિત્ આહાર કરે છે. જે અલ્પશરીરી છે તે અલ્પતર પગલોનો આહાર કરે છે અને વારંવાર આહાર કરે છે. વેદના પર્યતનું શેષ વર્ણન નારકોની સમાન જાણવું. | १७ मणुस्सा णं भंते ! सव्वे समकिरिया ? गोयमा ! णो इणढे समढे ।
से केणटेणं?