________________
શતક-૧: ઉદ્દેશક–૨
_
૩ |
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વ પથ્વીકાયિક જીવ માયી અને મિથ્યાદષ્ટિ છે. તેઓને નિયમો આરંભિકીથી મિથ્યાદર્શન પ્રત્યયા સુધીની પાંચ ક્રિયા હોય છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે સર્વ પૃથ્વીકાયિક
જીવ સમાનક્રિયાવાળા હોય છે. જેમ નારક જીવોમાં સમાયુષ્ક અને સમાપપન્નક આદિ ચાર ભંગ કહ્યા છે તે જ પ્રમાણે પૃથ્વીકાયિક જીવોમાં પણ કથન કરવું જોઈએ.
જે પ્રમાણે પૃથ્વીકાયિક જીવોના આહારાદિના સંબંધમાં નિરૂપણ કર્યું, તે પ્રમાણે અપકાય, તૈજસકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય પર્વતના જીવોના સંબંધમાં સમજી લેવું જોઈએ. વિવેચન :
પૃથ્વીકાયાદિ ચાર સ્થાવરની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. અંગુલના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્ય ભેદ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિક જીવની અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત છે. યથા– અસંખ્યાતભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન. આ જ રીતે વૃદ્ધિના ચાર સ્થાન છે. તાત્પર્ય એ છે કે સર્વ પૃથ્વીકાયિક જીવોની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોવા છતાં તેમાં તરતમતા છે. તેથી જ કોઈ અલ્પશરીરી, કોઈ મહાશરીરી હોય છે. તેના આધારે જ તેના આહાર અને શ્વાસોચ્છવાસમાં તરતમતા છે. વેદના- પાંચ સ્થાવર અને ત્રણ વિક્લેન્દ્રિય જીવો અસંજ્ઞી અને મિથ્યાત્વી છે. તેથી તે ઉન્મત્તપુરુષની જેમ બેભાનપણે કષ્ટ ભોગવે છે. તે જીવો મનરહિત હોવાથી પોતાની વેદનાના કારણ વગેરે સમજી કે વિચારી શકતા નથી. તેની વેદનાને શાસ્ત્રકારે અનિદા-અનાભોગપણે, અવ્યક્ત રૂપે વેદાતી વેદના કહી
કિયા :- તે સર્વ જીવો મિથ્યાત્વી હોવાથી સમાન ક્રિયાવાળા હોય છે.
પંચેન્દ્રિય તિર્યંચમાં સમાહારાદિ :| १५ पंचिंदियतिरिक्खजोणिया जहा णेरइया, णाणत्तं किरियासु ।
पंचिंदियतिरिक्खजोणिया णं भंते ! सव्वे समकिरिया ? गोयमा ! णो इणढे समढे ।
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! पंचिंदियतिरिक्खजोणिया तिविहा पण्णता तं जहा-सम्मदिट्ठी, मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी । तत्थ णं जे ते सम्मदिट्ठी ते दुविहा पण्णता,