________________
શતક-૧: ઉદ્દેશક-૨
_.
[
૬૧
|
પ્રથમની ચાર ક્રિયા અને મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ જીવોને પાંચે ક્રિયા લાગે છે. સમાયુષ્ક–સમોત્પનક - જે જીવોનું આયુષ્ય સમાન હોય તે સમાયુષ્ક કહેવાય છે અને જે જીવ એકી સાથે જનમ્યા હોય તે સમોત્પન્નક કહેવાય છે. સર્વ નારકો સમાન આયુષ્યવાળા હોતા નથી કે એક સાથે ઉત્પન્ન થતા નથી. તેના ચાર ભંગ થાય છે જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે. અસુરકુમારમાં સમાહારાદિ :११ असुरकुमारा णं भंते ! सव्वे समाहारा, समसरीरा?
जहाणेरइया तहा भाणियव्वा, णवरं-कम्मवण्णलेस्साओ परिवण्णेयव्वाओ पुव्वोववण्णगा महाकम्मतरागा, अविसुद्धवण्णतरागा, अविसुद्धलेसतरागा। पच्छोववण्णगा पसत्था । सेसं तहेव । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું સર્વ અસુરકુમાર સમાન આહારવાળા, સમાન શરીરવાળા છે? ઈત્યાદિ સર્વ પ્રશ્ન પૂર્વવત્ કરવા.
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારોના સંબંધમાં સંપૂર્ણ વર્ણન નૈરયિકોની સમાન જાણવું. વિશેષતા એ છે કે અસુરકુમારના કર્મ, વર્ણ અને લશ્યામાં નૈરયિકોથી વિપરીત કથન કરવું અર્થાત્ પૂર્વોપપત્રક [પૂર્વોત્પન્ન] અસુરકુમાર મહાકર્મવાળા, અવિશુદ્ધ વર્ણવાળા અને અશુદ્ધ વેશ્યા વાળા હોય છે. જ્યારે પશ્ચાદુપપત્રકપિછી ઉત્પન્ન થયેલા પ્રશસ્ત છે. શેષ પૂર્વવતુ તે જ રીતે નાગકુમારોથી સ્વનિતકુમારો સુધી સમજવું જોઈએ. વિવેચન :આહાર, શરીર, શ્વાસોચ્છવાસ :- અસુરકુમારના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની, ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ લાખ યોજનની છે. સાત હાથથી ન્યૂન અવગાહના ઉત્પત્તિના અંતર્મુહૂર્તમાં જ હોય છે. નારકોની જેમ દેવોમાં પણ નાના-મોટા શરીરની ભિન્નતાના આધારે તેના આહાર અને શ્વાસોચ્છવાસમાં તરતમતા રહે છે. મહાશરીરીનો અધિક આહાર અને અલ્પશરીરીનો અલ્પ આહાર હોય છે. દેવોમાં અધિક પુદ્ગલોનું ગ્રહણ તેમના મનોભક્ષણ રૂપ આહારની અપેક્ષાએ સમજવું જોઈએ. કર્મ, વર્ણ, વેશ્યા - અસુરકુમાર દેવોના કર્મ, વર્ણ, વેશ્યાના વિષયમાં નૈરયિકોથી વિપરીત નિયમ હોય છે. પૂર્વોત્પન્ન દેવ, મહાકર્મી, અવિશુદ્ધ વર્ણ અને અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે. દેવો ભોગવૃત્તિના કારણે તેમજ કેટલાક દેવો નારકીજીવોને ત્રાસ આપવાના કારણે અધિક કર્મબંધ કરે છે. દેવોને કર્મબંધના નિમિત્ત અધિક છે. નિર્જરાના નિમિત્ત અલ્પ છે. તેથી પૂર્વોત્પન્ન દેવો મહાકર્મી છે. તેમજ પૂર્વોત્પન્ન જે દેવે તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તે પણ મહાકર્મી હોય છે. વર્ણ અને વેશ્યાનો સંબંધ કર્મ સાથે છે. જે મહાકર્મી હોય તે