________________
૬૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
કર્મ, વર્ણ, વેશ્યા - આ ત્રણે જીવનના આંતરિક પક્ષથી સંબંધિત છે. સર્વ જીવોના પૂર્વકૃત કર્મો અનુસાર, તેના કર્મ, વર્ણ અને લેગ્યામાં ભિન્નતા હોય છે. પૂર્વોપપન્નક– પહેલાં ઉત્પન્ન થયેલા નૈરયિકનું આયુષ્ય તથા અશુભકર્મોનું વેદન થઈ ગયું હોય છે તેથી તે અલ્પકર્મી અને પશ્ચાદુપપન્નક–પાછળથી ઉત્પન્ન થયેલા નૈરયિકોને ઘણા અશુભકર્મો ભોગવવાના શેષ હોય છે તેથી તે મહાકર્મી છે. વર્ણ અને લેગ્યા માટે પણ તે જ નિયમ છે. પૂર્વોપપન્નક-નૈરયિકના કર્મ અલ્પ હોવાથી તેનો વર્ણ અને વેશ્યા વિશદ્ધ થઈ જાય છે અને પશ્ચાદુપપન્નક નૈરયિકના કર્મ અધિક હોવાથી તેનો વર્ણ અને વેશ્યા અવિશુદ્ધ હોય છે. વેદના :- પ્રસ્તુત પ્રસંગમાં વેદના શબ્દથી શાતા અને અશાતા બંને પ્રકારની વેદનાનું ગ્રહણ કર્યું છે. નૈરયિકોને પ્રાયઃ અશાતા વેદના જ હોય છે.
અહીં નારકીના બે ભેદ કર્યા છે– સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. સંશીભૂતના ચાર અર્થ થાય છે– (૧) સમ્યગુદર્શની જીવને સંશી કહે છે. મિથ્યાત્વીને અસંશી કહે છે. (૨) વર્તમાનમાં જે નારકી સંજ્ઞી છે તે સંજ્ઞીભૂત અને જે અસંજ્ઞી છે તે અસંજ્ઞીભૂત. (૩) જે નારકી પૂર્વભવમાં સંજ્ઞીપંચેન્દ્રિય હોય તે સંજ્ઞીભૂત અને જે પૂર્વભવમાં અસંજ્ઞીપંચેન્દ્રિય હોય તે અસંજ્ઞીભૂત કહેવાય છે. (૪) સંજ્ઞીભૂતનો અર્થ પર્યાપ્તક અને અસંશીભૂતનો અર્થ અપર્યાપ્તક થાય છે.
ઉક્ત સર્વ અર્થની અપેક્ષાએ વિચારતાં સ્પષ્ટ થાય છે કે સંજ્ઞીભૂત નારકને તીવ્રવેદના અને અસંજ્ઞીભૂતને અલ્પવેદના હોય છે. સમ્યગુદર્શની જીવને પૂર્વકૃત પાપના પશ્ચાતાપથી માનસિક વેદના અધિક હોય છે. સંજ્ઞીભૂતનો અર્થ સંજ્ઞી પંચેન્દ્રિય લઈએ તોપણ તે તીવ્ર અશુભ પરિણામથી સાતમી નરક સુધી જઈ મહાવેદના ભોગવે છે જ્યારે અસંજ્ઞીપંચેન્દ્રિય પ્રથમ નરક સુધી જ જાય છે. તેથી તેને અલ્પવેદના હોય છે. સંજ્ઞીભૂતનો અર્થ પર્યાપ્ત લઈએ તોપણ પર્યાપ્ત જીવને મહાવેદના અને અપર્યાપ્તાને અલ્પવેદના હોય છે. ક્રિયા – કર્મબંધનની હેતુભૂત પ્રવૃત્તિને ક્રિયા કહે છે. અહીં તેના પાંચ ભેદ ગ્રહણ કર્યા છે. (૧) આરંભિકી– છકાય જીવના આરંભ-સમારંભજન્ય ક્રિયા. (૨) પારિગ્રહિકી- મૂચ્છ–આસક્તિભાવજન્ય ક્રિયા. (૩) માયા પ્રત્યયિકી- માયા, કપટ અને ઉપલક્ષણથી ક્રોધ, માન, માયા અને લોભજન્ય ક્રિયા. (૪) અપ્રત્યાખ્યાનિકી– અવિરતિભાવજન્ય ક્રિયા. (૫) મિથ્યાદર્શનપ્રયિકી–મિથ્યાત્વજન્ય ક્રિયા.
નારકીના ત્રણ ભેદ છે. સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. તેમાં સમ્યગુદૃષ્ટિ નૈરયિકોને