________________
| શતક-૧ઃ ઉદ્દેશક-૨
[ ૫૯ ]
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! णेरइया चउव्विहा पण्णत्ता तं जहा- अत्थेगइया समाउया समोववण्णगा, अत्थेगइया समाउया विसमोववण्णगा, अत्थेगइया विसमाउया समोववण्णगा, अत्थेगइया विसमाउया विसमोववण्णगा; से तेणट्टेण गोयमा ! एव वुच्चइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું સર્વ નારકો સમાન આયુષ્યવાળા અને સમાપપન્નક–એક સાથે ઉત્પન્ન થયેલા છે?
ઉત્તર- હે ગૌતમ ! તે કથન શક્ય નથી ? પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! નારક જીવ ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે(૧) સમાયુષ્ક–સમીપપન્નક[સમાન આયુવાળા અને એક સાથે ઉત્પન્ન થયેલા] (૨) સમાયુષ્ક-વિષમીપપત્રકસમાન આયુવાળા અને આગળ પાછળ ઉત્પન્ન થયેલા (૩) વિષમાયુષ્ક–સમીપપન્નક[વિષમ આયુષ્યવાળા અને એક સાથે ઉત્પન્ન થયેલા (૪) વિષમાયુષ્ક-વિષમીપપન્નક[વિષમ આયુષ્યવાળા અને આગળ પાછળ ઉત્પન્ન થયેલા]
હે ગૌતમ! તેથી આ પ્રમાણે કહ્યું છે કે સર્વ નારકો સમાન આયુષ્યવાળા અને એક સાથે ઉત્પન્ન થયેલા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નિમ્નોક્ત દસ દ્વારથી નૈરયિકોની વિચારણા કરી છે. (૧) સમાહાર (૨) સમશરીર (૩) સમ ઉચ્છવાસ–નિઃશ્વાસ (૪) સમકર્મ (૫) સમવર્ણ (૬) સમલેશ્યા (૭) સમવેદના (૮) સમક્રિયા (૯) સમાયુષ્ક (૧૦) સમીપત્રક. આહાર, શરીર, શ્વાસોચ્છવાસ :- તેમાં પ્રથમ ત્રણ પ્રશ્નોનો એક વર્ગ છે. આહાર, શરીર અને શ્વાસોચ્છવાસ. તે ત્રણે જીવનના અનિવાર્ય અંગ છે. આહારનો સંબંધ શરીર સાથે છે. સર્વ જીવોનું શરીર સમાન નથી. પ્રાયઃ જેનું શરીર મોટું તેનો આહાર વધુ અને જેનું શરીર નાનું તેનો આહાર અલ્પ હોય છે. જેમ હાથી કરતા સસલાનો આહાર અલ્પ હોય છે, તેમાં પ્રથમ નરકના નારકી કરતા સાતમી નરકના નારકીનું શરીર મોટું છે. તેથી તેની આહારની માત્રા પણ અધિક હોય છે અને તેનો શ્વાસોચ્છવાસ પણ નિરંતર ધમણની પેઠે થાય છે. તેમાં તે અધિક પુદ્ગલો ગ્રહણ કરે છે અને છોડે છે.